- અંબાજી આજે ધુળેટી પર્વને લઇને પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રાખવામાં આવ્યું
- સવારથી અંબાજી મંદિરમાં પણ યાત્રિકોને પાંખી સંખ્યા જોવા મળી
- યાત્રિકોમાં ભીડભાડ વગર શાંતિથી દર્શન થતાં યાત્રિકોમાં ખુશીની લાગણી
બનાસકાંઠા : સરકારની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખુલા રહેતા સવારથી અંબાજી મંદિરમાં પણ યાત્રિકોને પાખી સંખ્યા જોવા મળી હતી. જ્યાં દર વર્ષે ફૂલોની હોળીને લઈ ભારે ભીડ ઉમટી પડતી હોય છે. જે આજે સોમવારે મુલતવી રાખવામાં આવતા શ્રધ્ધાળુઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : સાપુતારામાં પ્રવાસીઓ દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી
અંબાજી મંદિરે યાત્રિકોને ફુલડોલ હોળીનો લ્હાવો મળી શક્યો નહિ
માતાજીના દર્શન સાથે ધુળેટીના પર્વને લઇ આનંદ લેવા પણ શ્રદ્ધાળુઓ અંબાજી આવતા હોય છે. આજે અંબાજી મંદિરે યાત્રિકોને ફુલડોલ હોળીનો લ્હાવો મળી શક્યો ન હતો. પરંતુ ચોક્કસપણે કહી શકાય કે, જે યાત્રિકો દર્શન માટે આવેલા હતા તે ઓછી સંખ્યામાં હોવાથી સોશિયલ ડિસટન્સ અને માસ્ક સાથે યાત્રિકો દર્શન કર્યા હતા. યાત્રિકોમાં ભીડભાડ વગર શાંતિથી દર્શન થતાં યાત્રિકોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : રંગોના પર્વ હોળી-ધુળેટી પર કોરોનાનું ગ્રહણ, બજારમાં ખરીદી ઘટી