ETV Bharat / state

ડીસામાં નગરપાલિકાના પ્રમુખ કોણ બનશે તેવી ચર્ચાઓ શરૂ - aam aadami party

તાજેતરમાં જ નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને હવે કોણ પ્રમુખ બનશે તેની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે જોવાનું એ રહે છે કે, આગામી સમયમાં પ્રમુખનો તાજ કોના શીરે રહેશે.

ડીસા નગરપાલિકા
ડીસા નગરપાલિકા
author img

By

Published : Mar 9, 2021, 10:25 AM IST

  • તાજેતરમાં જ ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 27 સીટ ઉપર ભગવો લહેરાવ્યો
  • નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ પ્રમુખ બનવાનું જોર શરૂ
  • ભાજપ સંગઠન અને વિજેતા ઉમેદવારો આમને-સામને

ડીસા: તાજેતરમાં જ નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને હવે કોણ પ્રમુખ બનશે તેની ચર્ચાએ જોર પકડયું છે. અત્યારથી જ ભાજપ સંકલન સંગઠન અને અન્ય ભાજપના વિજેતા ઉમેદવારો આમને-સામને જોવા મળી રહ્યા છે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં કોણ પ્રમુખનો તાજ પહેરશે.

તાજેતરમાં જ ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 27 સીટ પર ભગવો લહેરાવ્યો હતો

બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જ 3 નગરપાલિકાઓની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. ડીસા, પાલનપુર અને ભાભર ખાતે નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી અને આ 3 નગરપાલિકાઓ પર ભાજપનો ભગવો લહેરાયો છે. છેલ્લા ઘણા વર્ષોથી ડીસા નગરપાલિકા પર કોંગ્રેસનું શાસન હતુ. પરંતુ ગત 5 વર્ષના શાસનકાળ દરમિયાન ડીસા શહેરમાં ભાજપ દ્વારા અનેક વિકાસના કામો કરતા આ વર્ષે યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે ભાજપનો ભગવો લહેરાયો છે. લોકોએ ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મુકીને ડીસા શહેરના 11 વોર્ડમાં 44 ઉમેદવારોમાંથી 27 ઉમેદવારો ભાજપના ચૂંટીને લાવ્યા છે.

ડીસામાં નગરપાલિકાના પ્રમુખ માટે ચર્ચાઓ શરૂ

આ પણ વાંચો: ડીસા નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, ગત ટર્મના નગરપાલિકા પ્રમુખ નહીં લડે ચૂંટણી

નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ પ્રમુખ બનવાનું જોર શરૂ

તાજેતરમાં જ ડીસા નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને ડીસાના મતદારોએ ફરી એકવાર ઈતિહાસમાં સૌથી વધુ ભાજપના 27 ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે. ડીસા શહેરમાં નગરપાલિકાની ચૂંટણી માટે ૪૪ વર્ષની પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં 152 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાંથી ભાજપના 27 ઉમેદવારો, અપક્ષના 15, આમ આદમી પાર્ટી 1 અને કોંગ્રેસના 1 ઉમેદવારે જીત મેળવી હતી. નગરપાલિકાની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આગામી સમયમાં પ્રમુખ બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેને લઇને અત્યારથી જ સમગ્ર ડીસા શહેરમાં નગરપાલિકાના પ્રમુખને લઇને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં ભાભર અને ડીસા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ

ડીસાના ધારાસભ્ય દ્વારા પણ પ્રમુખના નામ મહુડી મંડળમાં મોકલવામાં આવ્યા

ડીસા નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ નગરપાલિકામાં પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાએ જોર પકડયું છે. નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં પણ ભાજપના સભ્યોમાં વિવાદ સર્જાયો હતો. જેના કારણે આ વખતે પ્રમુખ પદ માટે ભાજપ સંગઠન અને અન્ય ભાજપના વિજેતા ઉમેદવારો આમને-સામને જોવા મળી રહ્યા છે. ભાજપના મોવડી મંડળમાં ભાજપ સંગઠન દ્વારા પણ પ્રમુખને લઇને નામ મોકલવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ ડીસાના ધારાસભ્ય દ્વારા પણ પ્રમુખના નામ મહુડી મંડળમાં મોકલવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.