બનાસકાંઠા : વાવ ચારવાસ નવી બજારમાં અવાવરા જુના કુવામાં ગાય પડી જતા અફરાતફરી મચી ગઇ હતી. જેમાં કેટલાંક પશુપ્રેમીઓ અને સેવાભાવી લોકોએ ચાર કલાકની મહેનત કરી ગાયને બહાર કાઢી હતી. જેમાં તે ગંભીર ઘાયલ થઈ હતી અને બહાર કાઢતાં પણ થોડી ઈજા પહોંચી હતી. બહાર કાઢ્યા બાદ ગાયનું સારવાર પહેલાં જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ત્યારે સ્થાનિકો જણાવી રહ્યા છે કે, આ કુવાને બંધ કરવાનું કોઈ નામ લેતુ નથી. અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં વાવ ગ્રામ પંચાયતને આ કૂવો ધ્યાનમાં આવતો જ નથી. ત્યારે ગ્રામજનો વાવ ગ્રામપંચાયત ઉપર રોષ ઠાલવી રહ્યા છે. અગાઉ પણ આ કૂવામાં બે સ્વાન પડી ગયા હતા. ત્યારે કોઈ મોટી જાનહાની સર્જાય નહીં તે પહેલા આ કુવાનું પુરાણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.