- ધાનેરા તાલુકામાં યુવકનો ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો
- પરિવારે હત્યાનો ગુનો દાખલ કરવા કરી માગ
- હત્યા કે આત્મહત્યા એ સવાલ અકબંધ
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં અવારવાર હત્યા અને આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે. રવિવારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં એક યુવકનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો યુવકનો મૃતદેહ
યુવક પહેલેથી જ હતો લાપતા
ધાનેરા તાલુકાના ભાટિબ ગામનો 25 વર્ષીય ચંદુભાઈ ખાભુ પોતાના ઘરેથી કંઈ પણ કીધા વગર નીકળી ગયો હતો. જેના પછી તેના પરિવારજનોએ શોધખોળ કરતા ભાટિબ ગામની સીમમાંથી ઝાડ પર લટકતી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ ટૂટી પડ્યુ હતું. આ અંગેની જાણ પરિવારજનોએ ધાનેરા પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પરિવારે હત્યાનો ગુનો દાખલ કરવા કરી માગ
યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે, ચંદુની હત્યા કરવામાં આવી છે. ત્યારે હાલ તેઓ આ અંગે એક જ માગ કરી રહ્યા છે કે જ્યાં સુધી પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારા દ્વારા મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.