અંબાજી: અંબાજી નજીકના દાંતા ત્રિશુળીયા ઢાળ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં એક જીપ પલટી મારી ગઈ છે. જેમાં 9 લોકોના મોત થયાં છે.
આ અકસ્માત એવી રીતે થયો કે, ત્રીશુયાધાટમાં બેક ફેલ થતાં જીપ પલટી મારી ગઈ હતી. આ જીપમાં અનેક લોકો સવાર હતાં. જેમાં ૨૬ ઘાયલોને દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉપરાંત વઘુ ઈર્જાઓ પામેલને પાલનપુરની હોસ્પિટલમાં મોકલાયા છે. આ અકસ્માતમાં 9 મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુઆંકમાં વધારો થવાની સંભાવના છે.
આ ઘટનાને લઇ વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકના પરિવારને સહાય આપવાની જાહેરાત કરી હતી.