ETV Bharat / state

દાંતીવાડા ડેમ 5 વર્ષ બાદ છલકાયો, પાણી જોવા આસપાસના લોકોની ભીડ ઉમટી - Banas River

દાંતીવાડા ડેમનો દરવાજો ખોલી પાણી બનાસનદીમાં નાખતા આ વિસ્તારના ખેડુતો સહિત લોકો ખુશખુશાલ થયાં છે. મહત્ત્વની વાત છે કે 5 વર્ષ બાદ દાંતીવાડા ડેમના દરવાજા ખુલતા દાંતીવાડા સહિત આસપાસના વિસ્તારના લોકો હજારોની સંખ્યામાં ડેમ પર પહોંચ્યા છે. Water revenue in Dantiwada Dam, Dantiwada Dam, Dantiwada Dam overflow

દાંતીવાડા ડેમ 5 વર્ષ બાદ છલકાયો, પાણી જોવા આસપાસના લોકોની ભીડ ઉમટી

author img

By

Published : Aug 24, 2022, 10:41 PM IST

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સનમાન બનાસ નદી(Banas River)સતત પાણીનો પ્રવાહ વધ્યો હતો. જેના કારણે આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના જીવા દોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં (Water revenue in Dantiwada Dam )વધારો થયો હતો. 2017 બાદ પ્રથમ વાર બનાસકાંઠાના જીવા દોરી સનમાન દાંતીવાડા ડેમ ભરાતા જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. બનાસકાંઠાની જીવા દોરી સમાન દાંતીવાડા ડેમ( Dantiwada Dam )પાંચ વર્ષ બાદ છલોછલ ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની સપાટી આજે રૂલ લેવલ સુધી પહોંચી જતા એક દરવાજો ખોલી પાણી નદીમાં છોડાયું છે.

નદીમાં પાણી છોડતા લોકો ખુશી વ્યક્ત કરી દાંતીવાડા ડેમમાં હાલ 600 ફૂટ પાણી ભરાતા 3 દરવાજા ખોલી 25 000 ક્યુસેક જેટલું પાણી(Dantiwada Dam overflow )છોડયું છે. જેને જોવા માટે બનાસકાંઠા જિલ્લામાંથી હજારો લોકો ઊંમટી પડ્યા હતા 2017 બાદ પાંચ વર્ષ પછી દાંતીવાડા ડેમ છલોછલ ભરાતા આ આહલાદક નજારો જોવા માટે લોકોએ રીતસર પડાપડી કરી હતી, દાંતીવાડા ડેમ ભરાઈ જતા ખેડૂતો ખુશખુશાલ થયા છે કારણ કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 200 થી વધુ ગામોને પીવાનું પાણી તેમજ દોઢ લાખ હેક્ટરથી પણ વધુ જમીનને સિંચાઈનું પાણી દાંતીવાડા ડેમ દ્વારા પૂરું પાડવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી સતત વરસાદ ઓછો થવાના કારણે ડેમ તળિયાજાટક થઈ ગયો હતો ત્યારે ફરી ડેમ ભરાઈ જતા અને નદીમાં પાણી છોડતા લોકો ખુશી વ્યક્ત કરી હતી.

દાંતીવાડા ડેમ

આ પણ વાંચો ખેડાનો વણાકબોરી ડેમ ઓવરફ્લો, નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

ગ્રામ પંચાયત દ્વારા નદી કિનારાના લોકોને એલર્ટ કરાયા માઉન્ટ સહિત રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમ છલકાઈ ગયો છે. પાંચ વર્ષ બાદ દાંતીવાડા ડેમ છલોછલ ભરાતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ પાણીની આવક વધતા ડેમના બે દરવાજા ખોલી પાણી બનાસ નદીમાં છોડાયું છે જેને પગલે ડીસા તાલુકાના રાણપુર ગામે ઢોલ વગાડીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતે શેરી એ શેરીએ ઢોલ વગાડીને લોકોને દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયા અંગેની જાણકારી આપી હતી. તેમજ નદીમાં પાણી ગમે ત્યારે આવી શકે છે તે માટે નદી તરફ ન જવા માટે અને પાણી ભરાયેલું હોય તેવી જગ્યાએ ન ચાલવા માટે સચેત કર્યા છે. નદી કાંઠે તેમજ નીંચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર દ્વારા વહીવટી તંત્રને એલર્ટ રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ ને પગલે દાંતીવાડા ડેમ છલોછલ ભરાઈ ગયો છે તેમજ હજુ પણ પાણીનો આવરો ચાલુ રહેતા દાંતીવાડા ડેમમાંથી બે દરવાજા ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી બનાસ નદી કિનારે આવતા તમામ ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા કલેકટરે સૂચના આપી છે. જે અંતર્ગત ડીસામાં પણ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. બનાસનદી કિનારાના તમામ ગામના તલાટીઓ, સરપંચો, પોલીસ વિભાગ સહિત અધિકારીઓને એલર્ટ રહેવા માટે આદેશ કર્યો છે. તેમજ નદીમાં પાણી વહેતું હોય તેવી જગ્યાએ ન જવા માટે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતી રાખવા તેમજ લોકોને જાગ્રત કરવા માટે લેખિત જાણ કરી છે. તેમ છતાં કોઈ જગ્યાએ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી રાહત કામગીરી શરૂ કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમની જળ સપાટીમાં થયો ભયજનક વધારો

ખેડૂતોમાં ખુશી છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકામાં પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા હતા જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું હતું ત્યારે આજે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડતાની સાથે જ ફરી એકવાર પાંચ વર્ષ બાદ બનાસ નદી સજીવન બની હતી. જેના કારણે ડીસા તાલુકાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી દાંતીવાડા ડેમમાં પાણી ભરવા બાબતે અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે કુદરતે ખેડૂતોની વાત સાંભળી હોય તેમ આ વર્ષે ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે દાંતીવાડા ડેમ 600 ફૂટ ભરાઈ જતા આજે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યો હતો. જેના કારણે ફરી એકવાર ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.