ETV Bharat / state

દાંતા તાલુકામાં 48 ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું - ગ્રામ પંચાયતની ચૂંટણી

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી(Gram Panchayat Election) યોજાવા જઈ રહી છે. જેમાં દાંતા તાલુકામાં કુલ 55 ગામો પૈકી 48 ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું(Notice of Gram Panchayat Election) બહાર પાડવમાં આવ્યું છે. જે ગામમાં સરપંચની મુદ્દત 31-03-2022ના રોજ પુરી થવાની છે તેવી ગ્રામ પંચાયતની ચૂંટણીનુ જાહેરનામુ આજે વિધિવતથી પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

દાંતા તાલુકામાં 48 ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

author img

By

Published : Nov 29, 2021, 9:42 PM IST

  • દાંતામાં 48 ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામુ બહાર પડાયું
  • પ્રથમ દિવસે 100 ઉપર ઉમેદવારી ફોર્મનું કરાયું વિતરણ
  • 4 ડિસેમ્બર ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

દાંતા: દાંતામાં આજે ચૂંટણીનું જાહેરનામુ(Notice of Gram Panchayat Election) બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત પ્રથમ દિવસે જ તાલુકા મામલતદાર કચેરીએ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ લેવા માટે આવ્યાં હતાં. આ સાથે કચેરી પર મોટા પ્રમાણમાં ભીડ પણ જોવા મળી હતી અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દાંતા તાલુકામાં 48 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવમાં આવ્યું છે.

દાંતા તાલુકામાં 48 ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

19 અને 21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે

ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યાનાં પ્રથમ દિવસે જ દાંતા તાલુકાનાં 100 કરતાં પણ વધું ઉમેદવારો ફોર્મ લઇ ગયા હતા. ફોર્મ તો ઉમેદવારો લઇ ગયા પરંતુ એક પણ ઉમેદવારી ફોર્મ ભરીને ઉમેદવારે પરત કર્યું નહતું. ગ્રામ પંચાયતોની ચુંટણી માટે 4 ડિસેમ્બર ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તેમજ 6 ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પાછી ખેંચી શકાશે. ચૂંટણીનું મતદાન 19 ડિસેમ્બરે 2021ના રોજ યોજાશે અને 21 ડિસેમ્બરે તેની મતગણતરી હાથ ધરાશે.

આ પણ વાંચો : Chhota Udepur by Election: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીની મોઘલા તાલુકા પંચાયતની બેઠક ઉપર પેટા ચૂંટણી

આ પણ વાંચો : Junagadh Politics: આપ નેતા નિખીલ સવાણીએ ભાજપ-કોંગ્રેસને આડે હાથે લીધી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.