બનાસકાંઠા: પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રહેતા અને મકાનના સેન્ટીંગનું કામ કરતા મુકેશ પરમાર અને તેમની પત્ની રેખાબેન પરમાર ગત રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. જેને કારણે દંપતિનું મોત થયું હતું. ગણેશપુરા વિસ્તારમાં રહેતા અશોક પરમાર નામના ઈસમનું મકાનનું સેન્ટીંગનું કામ કર્યું હતું. જેની મજૂરીના પૈસા ચૂકવવાને બદલે ધાક ધમકી આપતા મૃતક મુકેશ પરમારને લાગી આવ્યું હતું. ગત રોજ પોતાના ઘરમાં પતિ પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી.
ધાક ધમકી આપી: પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રહેતા મુકેશ પરમાર મકાનના સેન્ટીંગ કામ સાથે સંકળાયેલા હતા. તેઓ સેન્ટીંગ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જે ગણેશપુરામાં રહેતા અશોક પરમારના મકાનનું કામ રાખ્યું હતું. તે પેટે 4 લાખ રૂપિયા લેવાના થતા હતા. જે અશોક પરમારએ પૈસા ન ચૂકવ્યા હતા અને ધાક ધમકી આપી હતી. જે લાગી આવતા મુકેશ પરમાર અને તેની પત્ની રેખા પરમારે ગત રાત્રે આત્મહત્યા કરી લીધી હતી.
અશોકભાઈ રૂપાલાભાઇ રહેવાસી રૂપાલવાડાને ત્યાં મકાનનું કામ કાજ રાખેલું હતું. ત્યાર બાદ કામ પૂરું ના થતાં આ અશોકભાઇએ કામ કર્યું એના રૂપિયા ન આપ્યા. રૂપિયા માંગતા ધમકી આપતા મુકેશભાઈ અને તેમના પત્ની રેખાબેન સુસાઇડ કર્યું છે.-" એમ બી વ્યાસ (dysp પાલનપુર)
મૃતકના પુત્રએ આપી માહિતી: આ મૃતકના પુત્ર એ જણાવ્યું હતું કે અમે અમારા પરિવાર સાથે અમારા ફઈના ઘરે ગયેલા હતા. ત્યારબાદ મારા પપ્પાને કામ પર જવાથી મારા મમ્મી અને બંને જણ ઘરે નીકળી ગયા હતા. અને અમે ત્યાં રોકાયા હતા. તો બીજા દિવસે મારી ઉપર ફોન આવ્યો કે તારા મમ્મી પપ્પા એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. અમે તાત્કાલિક હોસ્પિટલ આવ્યા હતા.