ETV Bharat / state

થરાદના શેરાઉ દૂધ મંડળીમાં રૂપિયા 38 લાખનો ભ્રષ્ટાચાર - પાલનપુર

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી દૂધ મંડળીમાં ગેરરીતિઓની રાડ ઉઠી છે. જયારે થરાદ તાલુકાની શેરાઉ દૂધ મંડળીમાં ચેરમેનની મિલીભગતથી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જેમાં પ્રધાન ધનાભાઈ જોગાભાઈ પટેલ અને ચેરમેન સેવાજી કાજાજી પટેલ પોતાના પરિવારના સભ્યોના ખોટા એકાઉન્ટ બનાવી 38 લાખ રૂપિયા ચાઉ કરી ગયાની થરાદ પોલીસ સ્ટેશનમાં મંડળીના ત્રણ સભ્યોએ દસ્તાવેજો સાથે ફરિયાદ નોંધાવી હતી.

milk
Milk
author img

By

Published : Nov 30, 2020, 11:07 AM IST

  • થરાદના શેરાઉ દૂધ મંડળીમાં રૂપિયા ૩૮ લાખનો ભ્રષ્ટાચાર
  • પ્રધાને ભાઈ, પત્ની અને પુત્રના ખોટા એકાઉન્ટ બનાવ્યા
  • પ્રધાન અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
  • વાર્ષિક દૂધમાં આવતો વધારો પણ પ્રધાન અને ચેરમેન ચાઉ કરી ગયા

પાલનપુરઃ બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી દૂધ મંડળીમાં ગેરરીતિઓની રાડ ઉઠી છે. જયારે થરાદ તાલુકાની શેરાઉ દૂધ મંડળીમાં ચેરમેનની મિલીભગતથી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જેમાં પ્રધાન ધનાભાઈ જોગાભાઈ પટેલ અને ચેરમેન સેવાજી કાજાજી પટેલ પોતાના પરિવારના સભ્યોના ખોટા એકાઉન્ટ બનાવી 38 લાખ રૂપિયા ચાઉ કરી ગયાની થરાદ પોલીસ સ્ટેશનમાં મંડળીના ત્રણ સભ્યોએ દસ્તાવેજો સાથે ફરિયાદ નોંધાવી હતી.

પ્રધાન અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

થરાદ શેરાઉ દૂધ મંડળીના સભ્ય પટેલ કરસનભાઈ પાર્વતીબેન ગણેશભાઈ પટેલ અને કેસરાભાઈ પટેલ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફરિયાદમાં જણાવ્યું હતું કે, દૂધ મંડળીના પ્રધાન અને ચેરમેને ડમી ગ્રાહકો નામે દૂધ ઉધારીને રકમ પચાવી પાડે છે. ભાવ ફેટના લિસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ કમિટીના સભ્યોની ખોટી સહીઓ કરીને મંડળીમાં ખોટા ઠરાવો પણ કર્યા છે. આજ દિન સુધી મંડળીની એજન્ટ બુક પણ નિભાવેલી નથી

વાર્ષિક દૂધમાં આવતો વધારો પણ પ્રધાન અને ચેરમેન ચાઉ કરી ગયા

શેરાઉ દૂધ મંડળીના સભ્ય કેસરાભાઈ રાવતા ભાઈ પટેલે જણાવ્યું હતું કે, દૂધ મંડળીમાં જે વાર્ષિક પધારો આવતો તેની મોટી રકમ પોતાના પરિવારના ખોટા એકાઉન્ટ ઉધારી પ્રધાન અને ચેરમેન તે પૈસા ગળી ગયા છે અને દૂધ મંડળીને અને બનાસ ડેરીને આર્થિક નુકસાન પહોંચાડયું છે.

જિલ્લા રજિસ્ટાર અને બનાસ ડેરી પાલનપુરને પણ રજૂઆત કરવામાં આવી

શેરાઉ ગોળિયા દૂધ મંડળીના સભ્યો દ્વારા જિલ્લા રજીસ્ટાર અને બનાસ ડેરી પાલનપુરને પણ રજૂઆત કરવામાં આવી છે. આ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે ચેરમેન અને પ્રધાન સામે તપાસ હાથ ધરાય તો હજુ મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.