બનાસકાંઠાઃ જિલ્લામાં શનિવારના રોજ કોરોના સંક્રમિત વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. તે સાથે જ જિલ્લામાં કોરોનાથી મૃત્યું પામનારા લોકોનો આંક 18 પર પહોંચ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની સ્થિતિ યથાવત, 1ના મોત સાથે કુલ મૃત્યુ આંક 18 પર પહોંચ્યો બનાસકાંઠા જિલ્લામાં શનિવારના રોજ વધુ 1 કોરોના ગ્રસ્ત દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. જિલ્લામાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો વધતો જાય છે. છેલ્લા એક અઠવાડિયામાં જ બનાસકાંઠા જિલ્લાની અંદર કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને હજુ પણ રોજે રોજ 20થી 30 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. તેવામાં શનિવારના રોજ પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં દાખલ ચંદ્રિકાબેન જયંતિભાઈ પાવાલા નામની મહિલાનું મોત થયું હતુ.ડીસામાં રહેતી આ મહિલાનો 3 દિવસ પહેલા જ કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતા તેને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું શનિવારના રોજ મોત થયું હતુ. તે સાથે જિલ્લામાં અત્યાર સુધી પોઝિટિવ કુલ 18 લોકોના મોત થયા છે. બનાસકાંઠા જિલ્લામાં રોજરોજ વધતા જતા કેસ અને મોતના કારણે હવે લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.