બનાસકાંઠા : કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ડીસા નગરપાલિકાના એક નગરસેવક સહિત 3 લોકોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જિલ્લામાં કુલ સંખ્યાનો આંક 109 થયો છે. જો કે, ડીસાના નગરસેવક પરાગ ઉર્ફે દિપક પઢીયારનો કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતા જ નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો હતો.
ડીસા નગરપાલિકાની 5 દિવસ અગાઉ જ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ડીસા નગરપાલિકાના તમામ નગસેવકો સહિત પત્રકારો પણ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે આરોગ્ય વિભાગે હાલમાં સામાન્ય સભામાં આવેલા તમામ 44 નગરસેવક સહિત 52 હાઈરિસ્કમાં આવતા લોકોને કોરોન્ટાઇન કર્યા છે. તેમજ દર્દીના સંપર્કમાં આવનાર તમામ લોકોના સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.