બનાસકાંઠા: જિલ્લા પોલીસ પર અનેક સવાલો ઉઠાવનારા વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો સગો ભાઈ પીધેલી હાલતમાં દારૂ સાથે પકડાયો હોવાની વિગતો સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ LCB પોલીસને ભાભરના અબાસણા ગામે જાહેરમાં દારૂ પીને એક વ્યક્તિ ધમાલ કરતો હોવાની બાદમી મળી હતી. આ બાતમીને આધારે અબાસણા ગામે LCB એ રેડ કરી જેમાં પ્રહલાદ મનાજી ઠાકોરના ઘરની નજીકથી રમેશ નગાજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી જેથી પોલીસે અટકાયત કરી ભાભર પોલીસ મથકે લાવી તેની વિરુદ્ધ પ્રોહીબિશન એક ગુનોજી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અબાસણા ગામમાં પ્રહલાદભાઈ ઠાકોર દારૂનો વેપલો કરતો હોવાની LCB ને બાદમી મળી હતી એને લઈને LCBએ રેડ કરી હતી જોકે પ્રહલાદ ઠાકોર ઘરે હાજર ન હતો તેના ઘરમાંથી દારૂની ચાર બોટલ ઝપ્ત કરવામાં આવી હતી ત્યારે આ ઘરની આજુબાજુમાં પતરાવાળી દુકાનમાં ચેક કરતા રમેશ નગાજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો જે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નો સગો ભાઈ છે તેની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે" --D.T ગોહિલે ( દિયોદરના DYSP)
જનતા રેડ કરીને દારૂ પકડાવ્યો: ગેનીબેનએ અનેક વખત જનતા રેડ કરીને દારૂ પકડાવ્યો છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અનેકવાર દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી ચૂક્યા છે. અનેક વખત તેમણે જનતા રેડ કરીને દારૂ વેચનારાઓને પકડાવ્યા છે. અઠવાડિયા અગાઉ તેમણે કલેકટરને દારૂડિયાઓ સામે કડક કાર્યવાહી અને દારૂના વેચાણ મામલે પોલીસ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારે ગેનીબેનનો સગો ભાઈ દારૂ સાથે ઝડપાતા બનાસકાંઠા નું વાતાવરણ ગરમાયું છે.
"બનાસકાંઠા LCB ઘણા સમયથી દારૂની લાઈનો ચલાવે છે એમાં અમે નડતરરૂપ હોવાથી કોઈને કોઈ રીતે દબાવવાના આ પ્રયાસો છે. પહેલા અમારા આગેવાન ઉપર પાસાના કાગળો કર્યા એમાં પણ તેમનો સંતોષ ન થયો ભૂતકાળમાં અમે રેડો પાડી એમાં પણ અમારા પર કેસ દાખલ કરવામાં આવ્યા તેમાં અમે કાયદાના સહારે ન્યાય મેળવ્યો. વર્તમાન સમયમાં D.R ગઢવી એનું LCB માં કોઈ પોસ્ટિંગ થયેલું નથી પણ માત્ર S.P નો માનીતો હોવાથી દારૂની લાઈનો ચલાવવા આ કાવતરા કરી રહ્યા છે. જે પ્રકાશ ચૌધરી જેણે ભૂતકાળમાં પણ અમારા પરિવારને દબાવવા પોતાનો દારૂ લઈને ઘરની બાજુમાં મૂકીને કેસ કરવા માટેના પ્રયત્નો કર્યા હતા. એ વખતના ગૃહ મંત્રી પાસે અમે તપાસની રજૂઆત કરી હતી. તપાસના અંતે જ્યારે ખોટું થયું ત્યારે પોલીસે કાર્યવાહી કરી હતી.-- ગેનીબેન (વાવના કોંગ્રેસના ધારાસભ્ય)
દીકરો કોઈને સપોર્ટ: ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે વાત એટલી છે કે તમે પોલીસની સામે લડો અને તેમની લાઈનો બંધ થાય તેમના બુટલેગરોને સાવરવા માટેના પ્રયત્નો અને LCBને માત્ર ત્રણ કોટર માટે 100 km લાંબા થઈને પાલનપુર થી ભાભર આવવું પડે આટલી ગંભીરતા બનાસકાંઠા S.Pએ બનાસકાંઠા પોલીસે લીધી હોત તો એ દારૂની રેલમછેલ થાય છે એ કદાચ રોકી શક્યા હોત આ અમને દબાવવાનું પગલું છે અમે ભૂતકાળમાં પણ લડ્યા છીએ વર્તમાનમાં પણ લડી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ લડતા રહીશું કાયદો કાયદાનું કામ કરશે.. દારૂ મામલે અમે કોઈને સપોર્ટ નથી કરતા પછી ભલે ને મારો ભાઈ હોય કે દીકરો કોઈને સપોર્ટ નહીં કરીએ.