- અંબાજીમાં આજે બુધવારથી ત્રણ દિવસ માટે સંપૂર્ણ પણે સ્વૈચ્છિક લોકડાઉન
- ગઈકાલે 20 એપ્રિલે સાંજના 5 કલાકથી પોતાના વેપાર-ધંધા બંધ કર્યા
- અંબાજી વિસ્તારમાં હોટલ, ગેસ્ટહોઉસ, કરિયાણાની દુકાનો સહીતના વેપારીઓએ વેપાર-ધંધા બંધ કર્યા
બનાસકાંઠાઃ અંબાજીમાં ગઈકાલે 20 એપ્રિલે સાંજના 5 કલાકથી વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખી કોરોનાની ચેઈન તોડવા સ્વૈચ્છિક લોકડાઉન પાળ્યું હતુ. આજે બુધવારે અંબાજી વિસ્તારમાં તમામ હોટલ, ગેસ્ટહોઉસ, કરિયાણાની દુકાનો સહીતના વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખતા ફરી એક વાર ગતવર્ષના કોરોનાના લોકડાઉનની અસર અંબાજીના બજારો ઉપર જોવા મળી હતી.
આ પણ વાંચોઃ વલસાડમાં મંગળવારથી શરૂ થયેલા સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ
વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન પાળ્યું
સ્વૈચ્છિક લોકડાઉનનું કડક પણે પાલન વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલના તબક્કે કોરોનાની ચેઈન તોડવા આ લોકડાઉનને સ્થાનિક લોકો ઉત્તમ ગણાવી રહ્યા છે અને આ સમયે જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા તેમજ માસ્કનો ઉપયોગ કરવા જણાવી રહ્યા છે. એટલુ જ નહીં હાલના આ લોકડાઉનમાં મિનરલ પાણી, ગેસની ડીલેવરી જે ડોર ટુ ડોર થતી હોય છે તેની જગ્યાએ કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં રહેતા લોકોએ આવી આવશ્યક વસ્તુઓ કન્ટેન્ટમેન્ટ ઝોન બહારથી જ લેવાનો આગ્રહ રાખે તો એકથી બીજી જગ્યાએ ડીલેવરી કરનારા વ્યક્તિ દ્વારા કોરોનાનું ફેલાતું સંક્રમણ અટકાવી શકાય તેમ છે.
આ પણ વાંચોઃ આણંદ જિલ્લાના વધું એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
વેપારીઓ ત્રણ દિવસના લોકડાઉન બાદ દરરોજ 1 વાગ્યા બાદ દુકાનો બંધ કરશે
હાલમાં આ ત્રણ દિવસ લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ વેપારીઓ દરરોજ 1 વાગ્યા સુધી જ પોતાના વેપાર-ધંધા કરીને પોતાની દુકાનો બંધ કરશે અને કોરોનાના ફેલાતા સંક્રમણને રોકવા વહીવટી તંત્ર સાથે વેપારીઓએ પણ સમર્થન આપ્યું છે.