- વાવ તાલુકાના વાવડી ગામે વોટરશેડ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદ
- અસારા ગામ બાદ વાવડી ગામે ભ્રષ્ટાચાર
- મૃતક ખેડૂતોના બિલ ઉધાર્યા હોવાના આક્ષેપ
બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં વોટરશેડ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ ઉઠી છે. આ અગાઉ અસારા તેમજ વાવના વાવડી ગામે વોટરશેડ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવી ફરિયાદ ઉઠી હતી. જો કે, વાવડી ગામે બંધપાળામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાને હોવાની ગામલોકોએ આક્ષેપો કર્યા છે. વાવડી ગામના ખેડૂતોના ખેતરોમાં બંધપાળા બનાવ્યા વગર બારોબર રૂપિયા ઉપડી ગયાની ફરિયાદ કરવામાં આવી છે. વાવડી ગામે 75 ટકા ખેડૂતોના ખેતરોમાં બંધપાળા બનાવ્યા વગર રૂપિયા ઉપડી ગયાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે.
હરિયાળી પ્રોજેક્ટમાં થયેલી ગેરરીતિઓની તટસ્થ તપાસ થાય એવી માગ
બનાસકાંઠાના સરહદી વાવના અસારા ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનામાં કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી, જ્યારે વાવના વાવડી ગામે હરિયાળી પ્રોજકટમાં બંધપાળામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા. વાવ તાલુકામાં હરિયાળી પ્રોજેક્ટના કામોમાં ગેરરીતિઓ આચરી હોવાના વાવ તાલુકાના વાવડી ગામના ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે. જો કે, સરકાર દ્વારા પ્રોજેક્ટો બહાર પાડવામાં આવતા હોય છે. ખેડૂતલક્ષી પ્રોજેક્ટો બહાર પાડવામાં આવતા હોય છે. જેમાં એક હરિયાળી પ્રોજેકટ દ્વારા ખેડૂતોને ખેડૂતોના ખેતરનું પાણી સંગ્રહ થાય અને ખેતરનું ધોવાણ ન થાય તેના માટે સરકાર દ્વારા બંધપાળા બનાવવામાં છે. જેમાં ખેડૂતોના હિત માટે આ પ્રોજેક્ટ કહી શકાય, ત્યારે આજે વાવડી ગામના ખેડૂતોએ જણાવ્યુ હતું કે, વાવડી ગામના વિસ્તારમાં હરિયાળી પ્રોજેક્ટમાં મોટા પાયે ગેરરીતિઓ આચરી છે. કેટલાક ખેડૂતોએ તો જાતે બંધપાળા બનાવ્યા હતા, પરંતુ ખેડૂતોના કહેવા મુજબ હરિયાળી પ્રોજેકટ ન મળતા મળતીયાઓએ બારોબાર નાણાં ઉપાડી લીધાના આક્ષેપ કરી રહ્યા છે. જેથી વાવના વાવડી વિસ્તારના લોકોની હરિયાળી પ્રોજેક્ટ 2020માં થયેલી ગેરરીતિઓની તટસ્થ તપાસ થાય એવી માગ છે.
બંધપાળામાં થયો મોટા પાયે ભ્રષ્ટાચાર
બનાસકાંઠાના સરહદી વાવ પંથકમાં વોટરશેડ યોજના અંતર્ગત વાવના ગામડાઓમાં ખેતરમાં બંધપાળા બનાવવામાં આવ્યા હતા. જેમાં વાવના વાવડી ગામે ખેડૂતોના ખેતરોમાં બંધપાળા બનાવ્યા વગર બરોબર રૂપિયા ઉપડી ગયા હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે. જેમાં વાવડી ગામે 75 ટકા ખેડૂતોને બંધપાળા બનાવ્યા નથી અને રૂપિયા ઉપડી ગયા છે તેવું વાવડી ગામના ખેડૂતો જણાવ્યું હતું. જેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે તેમ જણાવ્યું હતું. જો આની તટસ્થ તપાસ થાય તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે.
વાવ પંથકમાં તટસ્થ તપાસ થશે કે ગોદડી ગોટે વળાશે?
વાવના પંથના કેટલાય ગામડાઓમાં વોટરશેડ યોજનાનું કામ કર્યું હતું. જો વાવના તમામ ગામડાઓમાં વોટરશેડ યોજનામાં તટસ્થ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે. જો કે, હવે જોવાનું રહ્યું કે, તટસ્થ તપાસ થશે કે પછી ગોદડી ગોટે વળાશે તે આવનારા સમયમાં ખબર પડશે.
કાગળ પર બંધપાળા બનાવી નાખ્યા હોવાનો ખેડૂતોના અક્ષેપ
વાવડી વિસ્તારમાં વોટરશેડ યોજનાના હરિયાળી કામમાં ભ્રષ્ટાચાર આચરાયો છે. કાગળ પર બંધપાળા બનાવી નાખ્યા હોવાના ખેડૂતો અક્ષેપ કરી રહ્યા છે. જો કે, ખેડૂતોનું કહેવું છે કે મૃતકના નામે બંધપાળા બિલ ઉધાર્યા છે.
ભ્રષ્ટાચાર બાબતે અધિકારી શું જણાવે છે
પ્રોજેક્ટના ડાયરેક્ટર અફતાબ મન્સૂરીને ટેલિફોનિક વાત કરતા ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, વાવડી ગામે આવું કંઇ બન્યું નથી, પરંતુ તપાસ કરવામાં આવશે અને જો વાવડી ગામે બંધપાળામાં ગેરરીતિ થઈ હશે તો તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.