બનાસકાંઠા/ પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના વડુમથક પાલનપુર શહેરના હિત માટે સરકાર દ્વારા પાલનપુર નગરપાલિકામાં જન સેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ તારીખ 10 જૂને ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ કરશે. છેલ્લા બે વર્ષથી જે સમસ્યાઓ હતી. તે દુર કરવામાં પાલિકા વ્યસ્ત થઈ છે.
યુદ્ધના ધોરણે કામઃ જાગૃત નાગરિકો દ્વારા પાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ જાતના કામો કરવામાં આવતા નથી. ગુજરાતના મુખ્યપ્રધાન આવવાના હોવાથી પાલિકાએ બે વર્ષથી અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તળાવમાં તૈયારીઓ કરી રહી છે. જેમાં માલણ દરવાજા પાસે આવેલી ડપિંગ સાઈટ જે વર્ષોથી ત્યાં છે. તેને હટાવવા માટે પાલનપુરના કેટલાય જાગૃત નાગરિકો દ્વારા અરજીઓ કરવામાં આવી છે.
સાઈટ ઢાંકી દેવાઈઃ હાઇકોર્ટ દ્વારા તેને હટાવવા માટે હુકમ પણ કરવામાં આવેલો છે તેમ છતાં પાલિકા દ્વારા હટાવવામાં નથી આવી રહી અને આ ડપિંગ સાઈટ ધીરે ધીરે રોડ પર આવી ગઈ છે. ત્યાંથી નીકળવા માટે લોકોને લોકોને પણ પરેશાની થઈ રહી છે. તેમ છતાં પાલિકા દ્વારા કોઈ જાતના પગલાં ભરવામાં આવ્યા નથી ત્યારે ભુપેન્દ્ર પટેલ આવવાના હોવાથી પાલિકા દ્વારા તેને ઢાંકવા માટે પણ કામગીરી થઈ રહી છે.
રોડ તૈયાર થયાઃ પાલનપુરમાં છેલ્લા કેટલાક વર્ષોથી મોટા મોટા ખાડા હતા પરંતુ પાલિકા દ્વારા આ ખાડા પણ પુરવામાં આવતા ન હતા. અનેક લોકોએ રજૂઆત કરી પરંતુ કોઈ રજૂઆત સાંભળવામાં આવતી હતી નહીં. ગુજરાતના મુખ્ય પ્રધાન પાલનપુર નગરપાલિકામાં જનસેવા કેન્દ્રનું જ્યારે રોકાણ પણ કરવા માટે 10 જુને આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન આગમનને લઈને પાલિકા દ્વારા શહેરના તમામ રોડ બનાવવામાં આવી રહ્યા છે. આ અંગે વિપક્ષે પણ આક્ષેપ કર્યા છે.
પાલનપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી પડતર જે પ્રશ્નો હતા તેનું નિરાકરણ આવતું ન હતું. લોકો જે ટેક્સ ભરે છે. તે ટેક્સના પૈસાનું વળતર પણ તેમને મળતું ન હતું. ત્યારે તારીખ 10 જૂને જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવા માટે ગુજરાતના મુખ્યપ્રધાન આવી રહ્યા છે. પાલિકા દ્વારા આ તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તળાવમાં તૈયારીઓ હાથ ધરાઈ રહી છે. જો નેતાઓ આવે ત્યારે જ આ પાલનપુરની પ્રજા સુખ પાડી શકે તેમ છે. એટલે હું તો મુખ્યપ્રધાનને પણ કહેવામાં આવ્યું છું કે, તમે રોજ પાલનપુર આવો જેથી પાલનપુર ની પ્રજા સુખ ભાળી શકે.---અંકિતાબેન ઠાકોરે (પાલનપુર વિરોધ પક્ષના નેતા)
પાલનપુરના પાલિકાનું નિવેદનઃ આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં નગરપાલિકાના પ્રમુખ કિરણબેન રાવલ એ જણાવ્યું હતું કે, 10 જુનુ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નગરપાલિકામાંથી રાજ્યની 22 સેવા કેન્દ્રના લોકાર્પણ કરવાના છે. ત્યારે પાલનપુર માટે ગૌરવ ની વાતો કહી શકાય ત્યારે તેમના આગમનને લઈને નગરપાલિકા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી.