ETV Bharat / state

બનાસકાંઠાના સરહદી પંથકની માઇનોર કેનાલોમાં સફાઈના નામે મીંડુ

સરહદી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની સુખાકારી માટે ગુજરાત સરકાર દ્વારા નર્મદા નહેર બનાવવામાં આવી છે, પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા તમામ નહેરોની સફાઈ ન કરવામાં આવતા આખરે ખેડૂતોએ જ જાતે કેનાલોની સફાઇ કરવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠાના સરહદી પંથકની માઇનોર કેનાલોમાં સફાઈના નામે મીંડુ
બનાસકાંઠાના સરહદી પંથકની માઇનોર કેનાલોમાં સફાઈના નામે મીંડુ
author img

By

Published : Nov 6, 2020, 10:56 AM IST

  • ગુજરાત સરકાર દ્વારા નર્મદાની સુજલામ સુફલામ યોજના દ્વારા પાણી
  • નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા નહેરોની સફાઈ ન કરતા ખેડૂતોને મુશ્કેલી
  • ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો પોતે ખેતી આધારિત જિલ્લો છે. મોટાભાગે ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતો સારી ખેતી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા નર્મદાની સુજલામ સુફલામ યોજના થકી સરહદી વિસ્તારમાં પાણી આપવામાં આવ્યું હતું. જેના કારણે સરહદી વિસ્તારના ખેડૂતો નર્મદાના પાણીના કારણે સારી ખેતી કરી પૈસાની કમાણી કરી રહ્યા છે.

બનાસકાંઠાના સરહદી પંથકની માઇનોર કેનાલોમાં સફાઈના નામે મીંડુ
બનાસકાંઠાના સરહદી પંથકની માઇનોર કેનાલોમાં સફાઈના નામે મીંડુ
સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યાબનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના એવા અનેક ગામડાઓ છે કે, જ્યાં નર્મદાનું પાણી પહોંચતું નથી. જેના કારણે ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી અને જ્યાં નર્મદાની નહેરો જાય છે, ત્યાં નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા નહેરોની સફાઈ ન કરવામાં આવતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આમ તો શહેરની સફાઈ માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેથી ખેડૂતોના ખેતર સુધી સારી રીતે પાણી પહોંચે અને ખેડૂત સારી ખેતી કરી અને આવક મેળવી શકે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શહેરની સફાઈ કરવામાં આવતી નથી અને સીધે સીધું નર્મદાનું પાણી નહેરોમાં છોડવામાં આવતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ક્યારેક સફાઈના કરવામાં આવતા નહેરો તૂટી પણ જતી હોય છે. જેના કારણે ખેડૂતોને પોતાના પાકને લઈ મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.

કેનાલો સફાઈના નામે મીંડું

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકની કેટલીક માઇનોર કેનાલોમાં સફાઈને નામે મીંડું જોવા મળી રહ્યું છે. જયારે ઇઠાટા ડિસ્ટ્રીબ્યુટરમાંથી પસાર થતી લોરવાડા માઇનોર અને ઇઠાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી નથી આવતું એવા ખેડૂતોના આક્ષેપ છે. જોકે ખેડૂતની કાળજા સમાન જમીન ખેડૂતોએ સરકારને કેનાલ માટે આપી હતી અને લાખો કરોડોનો ખર્ચ કરી સરકારે કેનાલો બનાવી હતી અને કેનલોની તમામ જવાબદારી નર્મદા નિગમના અધિકારીઓના હવાલે કરી હતી. પરંતુ અધિકારીઓના ભરોસે ચાલતી આ કેનાલ ખેડૂતોને માથાના દુઃખાવા સમાન બની ગઈ છે.

નર્મદા નિગમ દ્વારા પાણી આપવામાં આવ્યું

ખેડૂતોનું હિત ઇચ્છતી સરકાર મોટા મોટા ફણગા મારતી સરકારના રાજમાં અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી મજા માણી રહ્યા છે. ખેડૂતોની આપવીતી સાંભળીને એવું લાગે છે કે, આ અધિકારીઓ છે કે ખેડૂતના દુશ્મન છે. જ્યારે લોરવાડા માઈનોરોમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે, હાલમાં રવિ સિઝન ચાલુ થઈ ગઇ છે. તો પણ નર્મદા નિગમ દ્વારા પાણી આપવામાં આવ્યું નથી. રવિ સિઝનમાં પચાસ ટકા રાયડાનું વાવેતર પૂરૂ થઇ જવા આવ્યું છે, ત્યારે ખેડૂતો બિયારણ લાવીને તૈયાર બેઠા છે. છતાં નર્મદા નિગમ દ્વારા પાણી આપવામાં આવતું નથી વધુમાં જે માઇનોર છે. તેમાં કોન્ટ્રાક્ટ દ્વારા જંગલ કટીંગ પણ પૂરૂ કરવામાં આવ્યું નથી સફાઈ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે.

લાખો રૂપિયાનો કોન્ટાકટ્ર

નર્મદા નિગમ દ્વારા કોન્ટ્રાક્ટને કેનાલની સફાઈ માટે લાખો રૂપિયાનો કોન્ટાકટ્ર આપવામાં આવે છે. છતાં આવા ભ્રષ્ટ કોન્ટાકટરો અધુરી સફાઈ કરીને રૂપિયા પોતાના ખિસ્સામાં મુકતા હોય છે અને ખેડૂતોને જાતે સફાઈ કરવાનો વારો આવતો હોય છે આવા ભ્રષ્ટ કોન્ટ્રાકટરો સામે નિગમ કેમ કોઈ પગલાં ભરવામાં આવતા નથી તે પણ ખેડૂતોમાં ચર્ચાઇ રહું છે વધુમાં ખેડૂતો જણાવી રહ્યા હતા કે, અહીં કેનાલ છે કે, નહીં અધિકારીઓ ક્યાતેય જોવા પણ નહીં આવ્યા હોય કેનાલની દશા તો જોઓ આવી હોય ખેડૂત કહી રહ્યા છે કે, કઈ પણ ભોગે જવાબદાર તંત્ર આ કેનાલની મુલાકાત કરે અને સફાઈના નામે લાખો રૂપિયાની ગ્રાન્ટ ચાઉં કરી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.