સીમા સુરક્ષા દળનું કામ દેશની સરહદોની સુરક્ષા કરવાનું હોય છે, પરંતુ તેની સાથે સાથે સેનાના જવાનો સેવા કાર્યો કરવામાં પણ પાછળ રહેતા નથી, ત્યારે BSFની 37 બટાલિયનને ડીસાની સરકારી હોસ્પિટલમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને તેમાં સેનાના કમાન્ડર સહિત BSF જવાનો પણ જોડાયા હતા અને સતત 40 મિનિટ સુધી સફાઈ કામ હાથ ધરીને સિવિલ હોસ્પિટલની સાફ કરી દીધી હતી. ડીસા સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામ કરી રહેલા સીમા સુરક્ષા દળના જવાનોએ સફાઈ અભિયાન સ્થાનિક પ્રશાસનની છૂટકી લેતાં જણાવ્યું હતું કે, જો તેઓ સીમા પરથી ડીસા શહેરની હોસ્પિટલ પહોંચીને માત્ર 40 મિનિટના ગાળામાં સફાઈ અભિયાન ચલાવીને સ્વચ્છ બનાવી શકતી હોય તો સ્થાનિક પ્રશાસને પણ સફાઇ બાબતે ગંભીર બનવું જોઈએ.
દેશની સરહદની રક્ષા કરતા જવાનો હાથમાં ઝાડુ ઉઠાવીને સફાઈ અભિયાનમાં સહયોગી બની શકતા હોય, ત્યારે દેશના સામાન્ય નાગરિક કોઈ પણ તેનાથી પ્રેરાઈને સફાઈ અભિયાનમાં જોડાવવું જોઇએ કારણ કે, જે રીતે લોકો દેશમાં તેમણે મળેલા બંધારણીય હક્કો ભોગવે છે. તેવી રીતે તેમણે ફરજ પણ અદા કરવી જોઈએ.