બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં ચૌધરી સમાજના લોકો પર એક પછી એક હુમલાઓ થઈ રહ્યા છે, થોડા દિવસ અગાઉ દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા ગામે ચૌધરી પરિવાર પર થયેલા હુમલાના આરોપી હજુ સુધી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તે ઉપરાંત, વડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં ચૌધરી પરિવારની દિકરીની થયેલ ક્રૂર હત્યાના આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે પણ ચૌધરી સમાજ દ્વારા અગાઉ માંગણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત, હમણાં જ લાખણી તાલુકાના કુડા ગામે વ્યાજખોરોના ત્રાસથી 5 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા થઇ હતી. આવા બનાવો બનતા આજે ડીસા શહેર ચૌધરી સમાજ દ્વારા ન્યાયની માંગણી સાથે ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ચૌધરી સમાજ પર તથા અલગ અલગ પ્રકારના હુમલાઓ રોકવામાં આવે અને હુમલાઓ કરનારાઓને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય સજા કરવામાં આવે તેવી માંગણી સાથે આજે ચૌધરી સમાજએ આવેદન પત્ર આપ્યું હતું, યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં હતી.