ETV Bharat / state

અમીરગઢ બોર્ડર પરથી પોલીસ ચેકિંગ દરમિયાન ચરસ ઝડપાયું - દારૂની હેરાફેરી

રાજસ્થાન સરહદ પર આવેલા બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ચરસની હેરાફેરી ઝડપાઇ છે. જેમાં ભાડેથી કરેલી કારમાં બે કિલો ચરસનો જથ્થો ગોવા ડિલિવરી આપવા જતો હરિયાણાનો એક શખ્સ ઝડપાઇ ગયો હતો.

અમીરગઢ બોર્ડર પરથી પોલીસ ચેકિંગ દરમિયાન ચરસ ઝડપાયું

author img

By

Published : Feb 19, 2021, 9:19 AM IST

  • બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પર માદક પદાર્થોની હેરાફેરીમાં વધારો
  • અમીરગઢ બોર્ડર પરથી બે કિલો ચરસના જથ્થા જડપયો
  • પોલીસની તપાસમાં ચરસ ગોવા ડિલિવરી આપવાનું બહાર આપ્યું

બનાસકાંઠા: અમીરગઢ બોર્ડર પરથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન સૌથી વધુ માદક પદાર્થો ઝડપી પાડયા હતા. અમીરગઢ બોર્ડર પરથી મોટા શહેરોમાં માદક પદાર્થોની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવે છે. અમીરગઢ બોર્ડર પરથી અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ચરસ ઝડપાયું હતું.

અમીરગઢ બોર્ડર પરથી પોલીસ ચેકિંગ દરમિયાન ચરસ ઝડપાયું
અમીરગઢ બોર્ડર પરથી બે કિલો ચરસનો જથ્થો ઝડપાયો

અમીરગઢ ચેકપોસ્ટ પરથી ફરી એકવાર ચરસના જથ્થા સાથે એક શખ્સની અટકાયત થઈ હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવી રહેલી પંજાબ પાર્સિંગની એક ઈનોવા કાર શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે ઉભી રાખીને તલાસી લીધી હતી. તપાસ કરતા ઈનોવા કારમાંથી અંદાજે બે કિલો ચરસનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી પોલીસે ચરસના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી હતી.

પોલીસની તપાસમાં ચરસ ગોવા ડીલેવરી આપવાનું બહાર આવ્યું

પ્રાથમિક પૂછપરછ કરતા તપાસમાં આ શખ્સ હરિયાણાનો રહેવાસી સુખપ્રીત સિંહ હતો, તે ચરસનો જથ્થો હરિયાણાથી લઇને ગોવા ડિલિવરી આપવા માટે નીકળ્યો હતો, પરંતુ અમીરગઢ બોર્ડર પર સ્થાનિક તેમજ SOG પોલીસની બાઝ નજરના કારણે તે ઝડપાઇ ગયો હતો. પોલીસે કાર ચરસનો જથ્થો તેમજ એક શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર અતિસંવેદનશીલ ગણાય છે અને છેલ્લા એક વર્ષની અંદર અહીંથી ચાર વખત અફીણ, ચરસ જેવા માદક દ્રવ્યોની હેરાફેરી ઝડપાઇ ચુકી છે. ત્યારે ચૂંટણી સમયે ફરી એકવાર પોલીસની સતર્કતાના કારણે ચરસની હેરાફેરીને પોલીસે આબાદ ઝડપી પાડી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.