બનાસકાંઠા: તહેવારોને લઈ નફો કમાવવાની લ્હાયમાં અખાર્ધ ચીજ વસ્તુઓનું વેચાણ કરી લોકોનો આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે તહેવારોમાં આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે ગુજરાત રાજ્ય સહિત કેન્દ્રની ફૂડ અને ડ્રગ વિભાગ સાબદું બન્યું છે. સેન્ટ્રલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે રીસાલા બજાર પાસે આવેલા નિલેશ ચોખાવાલાની દુકાનમાં તપાસ હાથ ધરતા શંકાસ્પદ એસન્સનો જથ્થો મળી આવ્યો હતો. અલગ અલગ 10 જેટલા સેમ્પલ લઈ તપાસ માટે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
જથ્થાને સીઝ કરી દુકાનને પણ સીલ: આ એસન્સ મીઠાઈ સહિત અનેક પ્રકારની ચીજવસ્તુઓમાં ફ્લેવર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને ઘી અને તેલમાં તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. શરીર માટે પણ હાનિકારક હોય છે.જેથી ફૂડ વિભાગની ટીમે મોટા પ્રમાણમાં એસન્સના જથ્થાને સીઝ કરી દુકાનને પણ સીલ કરી હતી. અત્યાર સુધી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્ય એટલે કે ગાંધીનગર સુધીની જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ આવી તપાસ થતી હતી પરંતુ આ વખતે સેન્ટ્રલ ફૂડ એન્ડ વિભાગની ટીમના દરોડા પડતા અન્ય વેપારીઓમાં પણ આપણા ફેલાયો હતો.
અધિકારીઓએ જવાબ આપવાનું ટાળ્યું: બનાસકાંઠાના ડીસા શહેર એ વેપારી મથક તરીકે જાણીતું છે. ડીસામાં ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં અલગ અલગ ચીજ વસ્તુઓનું સપ્લાય કરવામાં આવે છે. ત્યારે ડીસામાં અનેકવાર અમુક વેપારીઓ દ્વારા ખાધ ચીજ વસ્તુમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવતા હોય છે. અનેકવાર અગાઉ આવા વ્યાપારીઓ સામે ગુનો પણ નોંધાયેલ છે. એસેન્સ મુદ્દા માલ સેમ્પલ લઇ એફ એસ એલ અર્થે મોકલી આપ્યા હતા. બાકીનો તમામ એસએસ નો મુદ્દામાલ જપ્ત કરી દુકાન પણ સીલ કરી દીધી છે. Etv ભારત દ્વારા આ અધિકારીઓને પૂછવામાં આવ્યું હતું કે કેટલો મુદ્દા માલ સીલ કર્યો છે અને તમામ વિગતો શું છે ત્યારે બહારથી આવેલા અધિકારીઓ કોઈપણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું હતું.