ETV Bharat / state

વાવ તાલુકાના કુંભારડી ગામની સીમમાં કેનાલમાં પડ્યું ગાબડું

બનાસકાંઠાના સરહદી પંથક વાવ તાલુકાના કુંભારડી ગામની સીમમાંથી પસાર થતી પીરગઢ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પડ્યું હતું. સાત ફૂટનું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. અંદાજે ચાર એકર જમીનમાં પાણી ફરીવળ્યું હતું.

કેનાલમાં પડ્યું ગાબડું
કેનાલમાં પડ્યું ગાબડું
author img

By

Published : Nov 13, 2020, 9:12 AM IST

  • બનાસકાંઠામાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત
  • કુંભારડીની સીમમાંથી પસાર થતી પીરગઢ ડિસ્ટ્રીબ્યુટરમાં સાત ફૂટનું ગાબડું
  • ગાબડું પડતા ચાર એકર જમીનમાં પાણી ફરી વળ્યું

બનાસકાંઠા: જિલ્લાના વાવ તાલુકાના કુંભારડી ગામની સીમમાંથી પસાર થતી કુંભારડી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં સાત ફૂટનું ગાબડું પડતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. સરહદી વિસ્તારમાં રવિ સિઝન ચાલુ થતાં જ કેનાલો તૂટવાનું ચાલુ થઈ ગયું છે, જોકે કેનાલોમાં કુંભારડી ગામમાં દર વર્ષે એક જ જગ્યાએ કેનાલમાં ગાબડું પડે છે. ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને કેટલીયવાર મૌખિક રજુયતો કર્યાં છતા દર વર્ષે એકજ જગ્યાએ ગાબડું પડતા ખેડૂતને મસ મોટું નુકસાન વેઠવું પડે છે.

કેનાલમાં પડ્યું ગાબડું
કેનાલમાં પડ્યું ગાબડું
લાખો લીટર પાણીનો વેડફાટ

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં રવિ સિઝનમાં પિયત કરવા નર્મદા વિભાગ દ્વારા ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે, પણ જ્યારે કેનાલો તૂટતાજ લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે અને ખેડૂતોને મસ મોટું નુકસાન ભોગવવાનો વારો આવે છે. ખેડૂતોની જમીનમાં પાણી ફરિવળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે.

કેનાલમાં પડ્યું ગાબડું
કેનાલમાં પડ્યું ગાબડું
ગાબડું પડતા ચાર એકર જમીનમાં પાણી ફરી વળ્યુંબનાસકાંઠાના વાવ તાલુકાના કુંભારડી ગામની સીમમાંથી પસાર થતી પીરગઢ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં આજે સવારે સાત ફૂટનું ગાબડું પડ્યું હતું. જોકે ગાબડું પડતા ચાર એકર જમીનમાં પાણી ફરિવળ્યું હતું. સરહદી વિસ્તાર એવા વાવ સુઇગામ તાલુકાના ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. જોકે વાવ તાલુકાના કુંભારડી ગામના ભાવાભાઈ પટેલના ખેતરમાં ચાર એકર જમીનમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું હતું. કેનાલોમાં સાફ સફાઈ પૂરતા પ્રમાણમાંના કરવાથી કેનાલો તૂટી રહી છે, હજુ છેવાડાના ગામડાઓમાં પાણી પોકતું નથી અને વચ્ચેજ કેનાલો તૂટી રહી છે.
કેનાલમાં પડ્યું ગાબડું
કેનાલમાં પડ્યું ગાબડું
તાત્કાલિક ધોરણે કેનાલ રીપેરીંગ કરવા માગબનાસકાંઠાના સરહદી વિસ્તારમાં રવિ સીઝનમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી જીરું, એરંડા, ઇસબગુલ જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે. જયારે કેનાલ તૂટતાજ મોંઘા ભાવના લાવેલ બિયારણ પાણીમાં જાય છે.જોકે સરહદી વિસ્તારમાં ખેડૂતોની ઉગ્ર માગ છે કે, નર્મદા વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે જે તે કેનાલોની સફાઈ કામ કરવામાં આવેલા નથી. તે કેનાલોમાં તાત્કાલિક ધોરણે સફાઇ કામ કરવામાં આવે અને પછી કેનાલમાં પાણી છોડવામાં આવે, જેથી વારંવાર કેનાલો તૂટવાનો વારો ન આવે અને છેવાડાના ગામડાઓના ખેડૂતો સુધી નર્મદા કેનાલનું પિયત માટે પાણી મળી રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.