દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા હડાદ ખાતે અંબાજીની સ્ટેટ બેન્ક બ્રાન્ચના મેનેજર અનુપમ ચારણ દ્વારા હડાદની સ્વામી અખંડાનંદ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને બેન્ક ખાતા માંથી નાણાં ઉપડી જવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
ખાસ કરીને મોબાઈલ ઉપર આવતી લોભાવણી જાહેરાતમાં પોતાના પર્સનલ ખાતાનંબર, OTP, પાસવૉર્ડ જેવી પર્સનલ વિગતો કોઈને પણ ન આપવા જણાવાયું હતું. ઉપરાંત જો કોઈ બેન્કમાંથી ફોન આવે તો પ્રથમ નજીકની બ્રાન્ચમાં સંપર્ક કરવા જણાવાયું હતું.
આ સાથે વિધાર્થીઓ દ્વારા હડાદમાં એક ગ્રાહક જાગૃતિ રેલી પણ યોજવામાં આવી હતી, જ્યાં વિધાર્થીઓ દ્વારા ગામના વેપારીઓને પણ પોતાના ખાતા, OTP કે પછી અન્ય કોઈ પણ બેન્કિંગ માહિતી મોબાઈલ ફોન ઉપર નહીં આપવા જણાવાયું હતું અને ખાસ કરીને મોબાઈલ ઉપર "ગ્રાહકોને લોટરી લાગી છે, તમે અમુક નાણાં બેન્કમાં ભરો તો તમને મોટી રકમ મળશે કે, પછી મોટી યોજનાનો લાભ મળશે" તેવી લોભાવણી જાહેરાતોથી દૂર રેહવા માર્ગદર્શન કરાયું હતું.