ETV Bharat / state

ભાજપ પ્રમુખ પાટીલ આગામી ચૂંટણીઓમાં જીતની કામના સાથે મા અંબાના દર્શન કરવા પહોંચ્યાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓના ચક્રો ગતિમાન થઈ રહ્યાં છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ મા અંબાજીના મંદિરે માથું નમાવવા પહોંચ્યાં હતાં. અણધારી મુલાકાત લઇને તેમણે સૌને ચોંકાવી દીધાં હતાં ત્યારે માનવામાં આવે છે કે આગામી સમયની તેમની મોટી જવાબદારીને લઇને તેમણે મા અંબાજીના આશીર્વાદની કામના કરી છે.

ભાજપ પ્રમુખ પાટીલ આગામી ચૂંટણીઓમાં જીતની કામના સાથે મા અંબાના દર્શન કરવા પહોંચ્યાં
ભાજપ પ્રમુખ પાટીલ આગામી ચૂંટણીઓમાં જીતની કામના સાથે મા અંબાના દર્શન કરવા પહોંચ્યાં
author img

By

Published : Sep 8, 2021, 6:36 PM IST

  • ભાજપ પ્રમુખ મા અંબાજીના દર્શને પહોંચ્યાં
  • ગર્ભગૃહમાં દર્શન કરી આરતી ઊતારી
  • આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં મા અંબાના આશીર્વાદ લીધાં

અંબાજીઃ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આજે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતાં. અંબાજી પહોચેલા સી.આર.પાટીલનું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વતી બ્રાહ્મણ દ્વારા કુમકુમ તિલક કરી અને વહીવટદાર દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. પાટીલે મા અંબાજીના મંદિરના ગર્ભગૃહમાં દર્શન કર્યાં હતાં અને કપૂર આરતી અને પૂજનઅર્ચન કર્યાં હતાં. સાથે જ પૂજારીજીના આશીર્વાદ લીધાં હતાં.

પાટીલને શ્રીયંત્ર ભેટ આપવામાં આવ્યું

સી.આર.પાટીલને મંદિરના વહીવટદાર સી. જે. ચાવડા દ્વારા અને શ્રીયંત્ર આપી સન્માન કરાયુંં હતું. સી.આર.પાટીલ પરિવાર સાથે મંદિરમાં દર્શન અને પૂજા બાદ ભટ્ટજી મહારાજની ગાદીએ પહોંચ્યા હતાં. જ્યાં ભટ્ટજી મહારાજે કુમકુમ તિલક સાથે રક્ષાપોટલી બાંધી આશીર્વાદ આપ્યાં હતાં

અંબાજી મંદિર ટ્ર્સ્ટ દ્વારા પાટીલનો આદરસત્કાર

સૌપ્રથમ મા અંબાજીના દર્શન કરી સ્થાનિક ચૂંટણીઓ જીતી હતીઃ પાટીલ

સી.આર પાટીલે આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેમણે સૌપ્રથમ મા અંબાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતભરમાં તેમને સફળતા મળી હતી. ફરીવાર મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યાં છે ત્યારે ખાસ કરીને આ બાબતે જાણકારી નહોતી આપી.

આગામી સમયની તેમની મોટી જવાબદારીને લઇને તેમણે મા અંબાજીના આશીર્વાદની કામના કરી છે

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મા અંબાજીના આશીર્વાદ લેવા માટે આવ્યાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ભાદરવી પૂનમના મેળાને વાર છે તેમ છતાં અંબાજીમાં હજારોની સંખ્યામાં પદયાત્રીઓ યાત્રીઓ ઘસારો વધી રહ્યો છે અને માના દર્શન કર્યા છે, તેમને પણ પાટીલે શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચોઃ શું ભાદરવી પૂનમના મેળાને સતત બીજા વર્ષે કોરોનાનું ગ્રહણ લાગશે ?

આ પણ વાંચોઃ સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે લીમખેડાથી નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોંચ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.