જ્યારે બીજી તરફ દાડમ અને અન્ય બાગાયતી પાકોને પણ વરસાદના કારણે મોટું નુકસાન થયું છે, ત્યારે ગુરૂવારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાની જાહેરાતથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હોવા છતાં ખેડૂતોને વિશ્વાસ થયો ન હતો કે, તેમને વળતર મળશે. આ અગાઉ પણ ખેડૂતોને પાક વિમા માટે લડત આપી હતી. પરંતુ, આજ સુધી તેનું વળતર મળ્યું નથી.
ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે ખેડૂતોને 700 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જેમાં પિયત ખેતી માટે 13500 રુપિયા અને બિનપિયત ખેતી માટે 6800 પ્રતિ હેક્ટર જાહેર કર્યા છે. બીજી તરફ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, હાલ તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ દ્વારા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પણ કરવામાં આવે, ત્યારે જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યા છે કે, અમારા ગામમાં 33%થી પણ વધુનું નુકસાન થયું છે, છતાં કોઇ પ્રકારે સર્વે કરાયો નથી. તેથી ખેડૂતોને વળતર ન મળતાં હાલ ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ રવિ ઋતુમાં 47905 વિસ્તારમાં, ખરીફ ઋતુમાં 597396 વિસ્તારમાં વાવેતર કર્યું હતું. જેમાં કુલ 12211 અરજીઓ ખેડૂતોની નુકસાન માટે આવી હતી. જે બાદ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વળતર રૂપિયા ૭ કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું.