થરાદઃ કોરોના વાયરસ વચ્ચે પણ ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી ગેરકાયદે ચીજવસ્તુઓની હેરાફેરી ચાલુ છે અને બૂટલેગરો કોઈપણ જાતના ડર વગર ગેરકાયદે ચીજવસ્તુઓની હેરાફેરી કરી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી પોલીસને પોષડોડાની હેરાફેરી થતી હોવાનું માલૂમ પડતાં જ થરાદના મોરથલ ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક શંકાસ્પદ બોલેરો ગાડીને ઊભી રખાવી તલાીશી લેતાં તેમાંથી પોષડોડા મળી આવ્યાં હતાં.
પોલીસે 34.840 કિલોગ્રામ પોષડોડા ભરેલી બોલેરો ગાડી સહિત છ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ગાડીચાલક મેસારામ આલની પણ અટકાયત કરી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ પોષડોડા રાજસ્થાનમાંથી ગુજરાતમાં વેચાણ માટે લાવી રહ્યાં હોવાનું માલુમ પડ્યું છે જેથી થરાદ પોલીસે હાલમાં ગાડીચાલકની અટકાયત કરી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.