કુદરતના નજારા ક્યારેક એવા હોય છે કે તેને જોતાં જ લોકો સ્તબ્ધ રહી જતા હોય છે, ત્યારે થરાદ તાલુકામાં આવેલા રાહ ગામમાં રાહ ગામે પીરાભાઈ છગનભાઈ પ્રજાપતિએ પોતાના ખેતરમાં પાણી માટે બોરવેલનું રીપેર કામ કરી રહ્યા હતા અને બોરવેલનું કામ પૂરું થતાં બોરવેલને ચાલુ કરવામાં આવ્યો હતો.
આ બોરવેલ માંથી કાળા કલરનું પાણી નીકળતા પીરાભાઈ પણ થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારબાદ આ પાણી કાળુ નીકળે છે તે અંગેની જાણ પીરાભાઈએ તાત્કાલિક આજુબાજુના લોકોને કરી હતી. જેથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ઉપરાંત આ બોરનું કાળુ પાણી જે પણ જગ્યા પર નાખવામાં આવે છે તે જગ્યા થોડી વાર પછી એકદમ કાળા કલરની જમીન થઈ જાય છે. આ બાબતે ખેડૂતે જણાવ્યું હતું કે અમોએ આ બોરનું રીપેરીંગ કામ કરાવ્યા બાદ આ પાણી કાળા કલરનું આવે છે. આ તેલ છે કે ઓઈલ તે ખબર નથી પણ આવુ પાણી આવતા હવે અમારે ખેતરમાં કઈ રીતે વાપરવું. આ પાણીની તંત્ર લેબોરેટરીમાં તપાસ કરે તો જ હકીકત સામે આવી શકે તેમ છે.