જેમાં બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર પરબતભાઇ પટેલને જીત અપાવવા માટે ધાનેરા અને લાખણી ખાતે પુરૂષોતમ રૂપાલાએ બે મોટી સભાઓ યોજી હતી. જેમાં પુરષોતમ રૂપાલાએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
મતદારો ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની આ સભામાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસને એર સ્ટ્રાઈક શું છે? તેની પણ ખબર નથી. આપના જવાનો રાત્રે જઈ અને દુશ્મનોને મારી પાછા આવે તે એર સ્ટ્રાઈક કહેવાય. પરંતુ કોંગ્રેસ વાળાઓ તો તેમાં પણ સબૂત માંગે છે. ત્યારે આ સભામાં બનાસકાંઠા જિલ્લાના લોકો વધુમાં વધુ ભાજપને મત આપે તેવી અપીલ તેમણે કરી હતી.