ETV Bharat / state

ડીસા નગરપાલિકાના 13 સભ્યોના રાજીનામા, ભાજપ મોવડી મંડળે ડેમેજ કન્ટ્રોલ બેઠક યોજી

બનાસકાંઠામાં ડીસા નગરપાલિકાના 13 સભ્યોએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપતા ભાજપ મોવડી મંડળ દ્વારા ડેમેજ કંટ્રોલ માટે બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના મોવડી મંડળના સભ્યોએ બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી.

banaskatha
ડીસા નગરપાલિકાના સભ્યોના રાજીનામાં બાદ ભાજપ મહુડી મંડળ ડેમેજ કન્ટ્રોલ બેઠક યોજી
author img

By

Published : Feb 28, 2020, 7:46 PM IST

ડીસા : તાલુકામાં ભાજપ શાસિત નગરપાલિકામાં છેલ્લાં ઘણા સમયથી આંતરિક વિખવાદ વધી ગયો હતો અને આ આંતરિક વિખવાદ સપાટીએ આવતા જ વિરોધી જૂથના 13 સભ્યોએ તેમના હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધા હતા. ડીસા નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી, ભાજપના જ સભ્યોની રજૂઆત ન સાંભળતા, તેમના વિસ્તારમાં વિકાસના કામો ન કરતા અને મનસ્વી પણે વહીવટ ચલાવતા હોવાના આક્ષેપો સાથે ભાજપના 11 અને અપક્ષના બે મળી કુલ 13 સભ્યોએ ભાજપ પ્રમુખને રાજીનામાં ધરી દીધા હતા.

ડીસા નગરપાલિકાના સભ્યોના રાજીનામાં બાદ ભાજપ મહુડી મંડળ ડેમેજ કન્ટ્રોલ બેઠક યોજી

તે બાદ ભાજપ મોવડી મંડળ દ્વારા ડીસા એપીએમસી ખાતે નારાજ જૂથને મનાવવા માટે બેઠક યોજાઇ હતી. જેમાં મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી અશોક ચૌધરી અને સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલે બન્ને પક્ષની રજૂઆત સાંભળી હતી.

અત્યારે તો ભાજપના મોવડી મંડળે નારાજ જૂથ અને પ્રમુખની રજૂઆત સાંભળી છે. બાદમાં નિર્ણય જે કરે તે, પરંતુ એક તરફ ભાજપ આગામી નગરપાલિકાની ચૂંટણીઓની તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભાજપને એક સાંધે ત્યાં 13 તૂટે જેવી પરિસ્થિતિ વચ્ચે હવે ડીસા નગરપાલિકામાં ડેમેજ કન્ટ્રોલ કરવમાં ભાજપ કેટલું સફળ થશે એ જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.