ETV Bharat / state

થરાદ પેટાચૂંટણી: ભાજપ અને કોંગ્રેસે પ્રચાર શરુ કર્યો, સ્થાનિક મુદ્દા બનશે અસરકારક - વિધાનસભાની પેટા ચૂંટણી

થરાદ: સમગ્ર દેશમાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ સમયે ગુજરાતમાં પણ ખાલી પડેલી 6 બેઠકો પૈકી થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી પણ 21મી તારીખે યોજાવાની છે. આ ચૂંટણીમાં બંને મુખ્ય પાર્ટી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે.

tharad by election
author img

By

Published : Oct 11, 2019, 5:19 PM IST

Updated : Oct 11, 2019, 11:47 PM IST

બનાસકાંઠામાં થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મતદારોને રિઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા રાતદિવસ મહેનત કરવામાં આવી રહી છે.

ભાજપ અને કોંગ્રેસે પ્રચાર શરુ કર્યો

આપને જણાવી દઈએ કે, થરાદ વિધાનસભા બેઠકની રચના 2012માં થયા બાદ અહીં 2012 અને 2017માં ભાજપના પરબતભાઈ પટેલ વિજેતા બન્યા હતા અને ગુજરાતમાં પણ મોદી સરકાર હોવાથી આ વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો કર્યા છે, તેમ છતા હજુ પણ અહીંના લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને આ વિસ્તારમાં પાણીની સમસ્યા મુખ્ય છે. નર્મદાની મુખ્ય નહેર થરાદ પાસેથી પસાર થતી હોવા છતાં પણ 100 જેટલા ગામો આજે પણ પીવાના પાણીથી વંચિત છે, આ માટે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા સરકાર હલ કરી શકી નથી.

આ સિવાય અનેક પ્રશ્નોથી પીડાતી પ્રજા સમક્ષ જતા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને વિશ્વાસ છે કે, ભાજપથી કંટાળેલા લોકો આ વખતે તેઓને જંગી બહુમતીથી જીતાવશે.

તો બીજી તરફ ભાજપના ઉમેદવાર પણ ફરીથી આ સીટ કબજે કરવા માટે ગામડે ગામડે ખૂંદી રહ્યા છે અને લોકો પણ મોદી સરકારના કાર્યોથી પ્રભાવિત હોવાથી ફરીથી ભાજપને જ જંગી બહુમતીથી જીતાડશે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

થરાદ વિધાનસભા બેઠક પર અત્યાર સુધી ભાજપનો દબદબો રહ્યો છે અને હાલના સાંસદ પરબતભાઈ પટેલ આ વિસ્તારમાંથી કુલ પાંચ વખત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવામાં સફળ રહ્યા છે, હાલમાં જોવા જઈએ તો બંને ઉમેદવારો જીતના દાવાઓ કરી રહ્યા છે, ત્યારે લોકો કોના પર પોતાની પસંદગીનો કળશ ઢોળશે અને કોણ થરાદથી ગાંધીનગર સુધી પહોંવામાં સફળ થશે એ તો પરિણામ બાદ જ ખ્યાલ આવશે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... થરાદ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.10 10 2019

સ્લગ......થરાદ માં બને પક્ષના ઉમેદવારો જીત માટે ચૂંટણી પ્રચાર કર્યો શરૂ...

એન્કર........થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી આગામી 21મી તારીખે યોજાનાર છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી મતદારો ને રીઝવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે...

Body:વી ઓ ......બનાસકાંઠામાં થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આડે હવે માત્ર 10 દિવસ જેટલો સમય બાકી છે ત્યારે મતદારોને રિઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો દ્વારા રાતદિવસ મહેનત કરવામાં આવી રહી છે .થરાદ વિધાનસભા બેઠકની રચના 2012 માં થયા બાદ અહીં 2012 અને 2017 માં ભાજપના પરબતભાઈ પટેલ વિજેતા બન્યા છે અને ગુજરાતમાં પણ મોદી સરકાર હોવાથી આ વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો કર્યા છે પરંતુ તેમ છતા હજુ પણ અહીંના લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે ખાસ કરીને આ વિસ્તારમાં પાણીની સમસ્યા મુખ્ય છે. નર્મદા ની મુખ્ય નહેર થરાદ પાસેથી પસાર થતી હોવા છતાં પણ 100 જેટલા ગામો આજે પણ પીવાના પાણીથી વંચિત છે આ માટે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા સરકાર હલ કરી શકી નથી આ સિવાય અનેક પ્રશ્નોથી પીડાતા પ્રજા સમક્ષ જતા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ને વિશ્વાસ છે કે ભાજપ થી કંટાળેલા લોકો આ વખતે તેઓને જંગી બહુમતીથી જીત્યા છે.....

બાઈટ......ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસ ઉમેદવાર

( ભાજપ થી લોકો કંટાળી ગયા છે ,લોકોના કામો થતા નથી, આ વખતે લોકો પરિવર્તન નો મૂડ બનવી ચુક્યા છે અને થરાદ માં ગુલાબ ખીલશે )

Conclusion:વી ઓ ...... તો બીજી તરફ ભાજપના ઉમેદવાર પણ ફરીથી આ સીટ કબજે કરવા માટે ગામડે ગામડે ખૂંદી રહ્યા છે અને લોકો પણ મોદી સરકારના કાર્યોથી પ્રભાવિત હોવાથી ફરીથી ભાજપ ને જ જંગી બહુમતીથી જીતાડશે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.....

બાઈટ.....જીવરાજભાઈ પટેલ, ભાજપ ઉમેદવાર

( ભાજપ સરકેર સારા કર્યો કર્યા છે , મોદી સરકાર ના કામ થી લોકો ખુશ છે જેથી લોકોમાં સારો પ્રતિભાવ મળી રહ્યો છે )

વી ઓ ...... થરાદ વિધાનસભા બેઠક પર અત્યાર સુધી ભાજપનો દબદબો રહ્યો છે અને હાલના સાંસદ પરબતભાઈ પટેલ આ વિસ્તારમાંથી કુલ પાંચ વખત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવામાં સફળ રહ્યા છે ત્યારે આ વખતે હાલમાં બંને ઉમેદવારો જીતના દાવાઓ કરી રહ્યા છે ત્યારે લોકો કોના પર પોતાની પસંદગીનો કળશ ઢોળશે અને કોણ થરાદ થી ગાંધીનગર સુધી પહોંવામાં સફળ થશે તે તો પરિણામ બાદ જ ખ્યાલ આવશે.......

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
Last Updated : Oct 11, 2019, 11:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.