ETV Bharat / state

ડીસામાં 8 બાઈકો સાથે બાઈક ચોર ઝડપાયા, સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો

author img

By

Published : Sep 20, 2020, 11:42 AM IST

બનાસકાંઠામાં પોલીસે ડીસા પાસેથી બે બાઇક ચોરને ઝડપી પાડ્યા છે. પોલીસે આઠ ચોરીના બાઈક સહિત બે ચોરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

deesa
ડીસા

બનાસકાંઠા: છેલ્લા ઘણાં સમયથી બાઈક ચોરીના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકડાઉન ખુલતાં જ ચોરીની ઘટનામાં સતત વધારો થતાં ડીસા શહેરમાં છેલ્લા બે મહિનામાં અનેક વાહનોની ચોરી થઈ હતી. વારંવાર બાઈકોની ચોરી થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. તે દરમિયાન ડીસામાં પણ બાઈક ચોરીના પગલે પોલીસ સતર્ક બની હતી.

ડીસા દક્ષિણ પોલીસ રાજ મંદિર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતી, તે સમયે એક શંકાસ્પદ બાઈક જણાતા પોલીસે તેને થોભાવી તપાસ કરતા આ બાઈક ચોરી કરેલી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે બાઈક સવાર હિતેશ ગેલોત અને વિક્રમભારતી ગોસ્વામીની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ બન્ને ચોરોએ અત્યાર સુધી અલગ-અલગ જગ્યાએથી કુલ આઠ બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ચોરી કરેલા આઠ બાઇક જપ્ત કર્યા છે અને બંને ચોરની પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ડીસામાં 8 બાઈકો સાથે બાઈક ચોર ઝડપાયા, સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો
પોલીસે અત્યારે 8 ચોરીના બાઇક સહિત બે ચોરને ઝડપી પાડયા છે. ત્યારે હજી પણ વધુ બાઈક ચોરીના ભેદ ઉકેલાય તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો આ તરફ સતત થઈ રહેલા વાહન ચોરીના કારણે ડીસા દક્ષિણ પોલીસે બાઇક ચોર ગેંગને ઝડપતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.