ETV Bharat / state

ડીસાના જીવદયાપ્રેમી ભરત કોઠારીના અગ્નિસંસ્કાર ગૌશાળામાં કરાયા - accident RAJASTHAN

બનાસકાંઠા જિલ્લાના રાજપુર ખાતે રહેતા જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીનું ગતરોજ અકસ્માતમાં મોત નીપજ્યું હતું જેમની આજે અંતિમયાત્રાની નીકાળવામાં આવી હતી અને જે બાદ કાંટ પાંજરાપોળ ખાતે તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો તેમની વિદાયથી સમગ્ર ડીસામાં શૉકની લાગણી જોવા મળી હતી.

બનાસકાંઠા
બનાસકાંઠા
author img

By

Published : Dec 28, 2020, 7:44 AM IST

Updated : Dec 28, 2020, 8:01 AM IST

ડીસાના જીવદયાપ્રેમી ભરત કોઠારીની અગ્નિસંસ્કાર ગૌશાળામાં કરાયા

રાજપુર થી કાંટ પાંજરાપોળ સુધી નીકાળવામાં આવી હતી અંતિમયાત્રા

ડીસા વાસીઓએ તેમની આ વિદાયના દૂરથી દર્શન કર્યા

ડીસાના જીવદયાપ્રેમી ભરત કોઠારીના અગ્નિસંસ્કાર ગૌશાળામાં કરાયા
બનાસકાંઠા :ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી પોતાના મિત્રો સાથે રાજસ્થાનના જહાજપુર જૈન મંદિરે દર્શન કરવા જતા હતા. તે દરમિયાન જાલોર નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સ્વાનને બચાવવા જતા તેમની પજેરો ગાડી પલ્ટી ખાઈ જતા આ અકસ્માતમાં ભરતભાઈ કોઠારી સહિત અન્ય બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ જૈન સમાજ સહિત સમગ્ર ડીસામાં વાયુવેગે પ્રસરી જતા શોકનો માહોલ છવાયો હતો.

ડીસાના જીવદયા પ્રેમી ભરત કોઠારીનું અકસ્માતમાં મોત

ભરતભાઈ કોઠારી છેલ્લા ૪૦ વર્ષથી પશુઓને બચાવવા માટે નું કામ કરતા હતા અને અત્યાર સુધી લાખો પશુઓને તેમને કતલખાને જતા બચાવ્યા છે હાલમાં ડીસા તાલુકાના કાંટ ખાતે આવેલ પાંજરાપોળમાં 10 હજારથી પણ વધુ પશુઓ ને રાખી તેમનું જીવન નિર્વાહ ચલાવતા હતા.કોરોના વાયરસની મહામારીમાં જ્યારે સરકાર દ્વારા તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસની સહાય આપવાનું બંધ કર્યું હતું. ત્યારે પશુઓને સહાય અપાવવાના આંદોલનમાં ભરતભાઈ કોઠારીનો મહત્વનો ભાગ હતો અને છેલ્લે તેમના આંદોલનથી સરકારને પણ ફરીથી તમામ ગૌશાળાઓમાં સહાય આપવાની ફરજ પડી હતી આમ ભરતભાઈ કોઠારી ગાયોના આંદોલનમાં જોડાઈ અને ગાયો માટે એક આગવું કામ કરતા હતા.

રાજસ્થાનના ઝાલોર પાસે થયેલા અકસ્માતમાં ભરતભાઈ કોઠારી સહિત તેમના બે મિત્રોનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.ગત મોડી રાત્રિએ ભરતભાઈ કોઠારીના મૃતદેહને રાજસ્થાનથી તેમનાં વતન રાજપુર ખાતે લાવવામાં આવ્યો હતો. તેમના નિવાસસ્થાન રાજપુર થી તેમની અંતિમયાત્રા નિકાળવામાં આવી હતી. અંતિમયાત્રામાં કોરોનાવાયરસની મહામારી ના કારણે લોકોએ દૂરથી જ તેમના દર્શન કરી તેમને ભાવભીની વિદાય આપી હતી. ભરતભાઈ કોઠારીની અંતિમયાત્રા જ્યારે બજારમાં થી નીકળી હતી. ત્યારે તમામ લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા હરહંમેશ ગાયો માટે લડતા ભરતભાઈ કોઠારીની આ અંતિમયાત્રામાં સમગ્ર ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના જીવદયા પ્રેમીઓની આંખો ભીની બની હતી.

40 વર્ષથી ચલાવતા પાંજરાપોળમાં તેમને અગ્નિદાહ અપાયો

ભરતભાઈ કોઠારી છેલ્લા ૪૦ વર્ષથી ગાયોને બચાવવા માટેની શરૂઆત કરી હતી. તેમને પોતાના સાથી-મિત્રો સાથે રહી કતલખાને જતી એક લાખથી પણ વધુ પશુઓને બચાવ્યા છે. ભરતભાઈ કોઠારી પર અત્યાર સુધી અને જીવલેણ હુમલાઓ પણ થયા હતા. જેના કારણે પશુઓને બચાવતા તેમની પર સાથે પણ વધુ કેસો થયેલા છે. ગાયો બચાવવાનું માત્ર એક લક્ષ્ય ભરતભાઈ કોઠારી તેમનું જીવન પસાર કરતા હતા. ત્યારે ગતરોજ રાજસ્થાન ખાતે અકસ્માતમાં તેમનું મૃત્યુ નિપજતા ડીસા ખાતે તેમની અંતિમયાત્રા નિકાળવામાં આવી હતી. જ્યાં ૪૦ વર્ષથી કાંટ ખાતે આવેલ પાંજરાપોળ માં તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેમને અગ્નિદાહ આપતા જ જૈન સમાજ તેમજ ડીસા વાસીઓની આંખો માંથી આશુ સરી આવ્યા હતા. તેમની આ વિદાયથી તેમના પરિવારમાં ઘેરાશોકની લાગણી જોવા મળી હતી.

Last Updated : Dec 28, 2020, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.