- પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું
- દિલ્હી આંદોલનને સમર્થન આપવા કોંગ્રેસના ધરણા
- પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયતપાલનપુરમાં ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા કોંગ્રેસનું ધરણાં-પ્રદર્શન
બનાસકાંઠા: શુક્રવારે બનાસકાંઠા કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં પાલનપુર કલેક્ટર કચેરી પાસે એક કલાક માટેનો ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


દિલ્હીના આંદોલનના ગુજરાતમાં પ્રત્યાઘાત
બનાસકાંઠા જિલ્લો મોટાભાગે ખેતી આધારિત જિલ્લો માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો એક પછી એક ખેતીમાં મોટું નુકસાન વેઠી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સરકાર દ્વારા ખેડૂતો માટે કૃષિ બીલ અંતર્ગત નવા નીતિ નિયમો રજૂ કરવામાં આવ્યા છે જેના આજે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા અને કોંગ્રેસ દ્વારા પણ સમગ્ર ગુજરાતમાં સરકાર વિરોધી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ તમામ કાર્યક્રમોને પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યા હતા જેથી કોંગ્રેસી કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ કાર્યક્રમ બાદ સરકાર દ્વારા નીતિનિયમોમાં ફેરફાર કરવામાં આવે છે કે પછી કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમનો ફિયાસ્કો થશે.
આ પણ વાંચો: કૃષિ બીલ વિરોધ: ગાંધીનગરમાં કોવિડ-19ની ગાઈડલાઇન્સના પાલન સાથે કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ