ડીસા રાજ્ય સરકારે ગૌશાળાઓ પાંજરાપોળોને રૂપિયા 500 કરોડની સહાયની જાહેરાત કર્યા બાદ છ મહિના સુધી સહાય પેટે એક પણ રૂપિયો ન ચૂકવ્યો નથી. અનેક રજૂઆતો વિનંતીઓ બાદ પણ સરકાર ન જાગતા સંચાલકો હવે રાજ્યમાં દરેક સરકારી કચેરીઓ,જાહેર સ્થળોએ તેમજ વાહન ઉપર બેનરો લગાવી સરકારની પોલ ખુલ્લી કરશે. આજે બનાસકાંઠાના ડીસાથી ગૌશાળા સંચાલકોએ સરકારી કચેરીઓમાં બેનર લગાવી અભિયાનનો પ્રારંભ ( Banner campaign Cowshed managers at government offices in Deesa ) કર્યો છે.
ગૌશાળાઓ માટે બજેટમાં રૂપિયા 500 કરોડની સહાય રાજ્યભરમાં ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા અબોલ જીવોને નિભાવવા રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે બજેટમાં રૂપિયા 500 કરોડની સહાય જાહેર ( 500 crore in budget for gaushala )કરવામાં આવી હતી. કોરોના મહામારી બાદ ગૌશાળા પાંજરાપોળોને મળતા દાનનો પ્રવાહ સાવ ઘટી જતા પશુઓનો નિભાવણીનો ખર્ચ કાઢવો ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો. તેવા સમયે સરકારની સહાય મળશે અને અબોલ જીવોનો રખરખાવ સારી રીતે થશે તેવી સંચાલકોને આશા હતી પરંતુ આ આશા ઠગારી નીવડી છે.
સરકારની પોલ ખોલવા ગૌશાળા સંચાલકોનું બેનર યુદ્ધ છ માસ બાદ પણ હજુ સુધી ગૌશાળા પાંજરાપોળોને સહાય પેટે સરકારે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. આ બાબતે સંચાલકોએ અનેક વખત લડત ચલાવી રજૂઆતો કરી છે. જ્યારે મુખ્યપ્રધાન સુધી રૂબરૂ મળી તેમ જ લેખિત રજૂઆત પણ કરી ચૂક્યા છે. જો કે સરકારના પેટનું પાણી હલતું નથી. ત્યારે હવે ગાયોના નામે વોટ માંગીને ગાયોને મદદ કરવા ઠાગાઠૈયા કરતી સરકારની પોલ ખુલ્લી કરવા સંચાલકોએ બેનર યુદ્ધ ( Banner campaign of Cowshed managers ) છેડયું છે.
ગાયોને સહાય નહીં તો વોટ નહીં રાજ્યભરમાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકો સરકારે સહાય ન આપતા હવે ગાયોને સહાય નહીં તો વોટ નહીં (No help to cows, no vote ) , ગાયોના નામે વોટ માંગેલી સરકારની નિષ્ઠુરતા જેવા લખાણ સાથેના બેનરો દરેક સરકારી કચેરીઓ (Government offices in Deesa ) જાહેર સ્થળો અને વાહનો પર લગાવી સરકારની પોલ ખોલશે. જેમાં આજે ડીસા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી ખાતેથી બેનરો લગાવી આ અભિયાનનો ( Banner campaign of Cowshed managers )પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગે ગૌશાળા સંચાલક જગદીશ પઢીયાર અને જીવદયા પ્રેમી રોનક ઠક્કર,રમેશ જેઠવાના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યભરમાં સરકારની પોલ ખોલવા તેમજ સરકારની આંખ ઉઘાડવા સરકારી કચેરીઓ જાહેર સ્થળો અને વાહનો પર હજારો બેનરો લગાવવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં હજારો બેનરો લગાવવામાં આવશે.