મળતી માહિતી પ્રમાણે, દિયોદર તાલુકાનાં જાડા ગામની હિના ચૌધરીના લગ્ન રાધનપુર ખાતે CIDમાં PSI તરીકે ફરજ બજાવતા અશોક ચૌધરી સાથે થયા હતા. અત્યારે હિનાના પતિ રાધનપુર ખાતે ફરજ બજાવે છે અને તેણી સાસરિયાં સાથે દિયોદરના જાડા ગામમાં રહે છે. સવારના સમયે હિના નહાવા ગયેલી હતી તે દરમિયાન તેનો પુત્ર બહાર રમી રહ્યો હતો તે દરમિયાન હિનાના નણંદે આવી ફરીયાદ કરી કે, તેમનો પુત્ર બહાર બહુ જ બૂમ બરાડા છે અને જાંબુ પાડીને નુકશાન કરી રહ્યો છે.
હિનાએ જણાવ્યું કે, આ બાળક નાનો છે અને તે શું નુકશાન પહોંચાડશે. આ વાતથી ઉશ્કેરાઈ જઈ સાસરિયાઓએ હિના અને તેના પુત્રને ઢોર માર માર્યો હતો અને ઘરેથી કાઢી મુકી હતી. ત્યારબાદ હિના ત્યાંથી જેમ તેમ બચીને તેના પિયર દિયોદર નજીક કોટડા ગામે જતી રહી હતી. જ્યાં તેણીએ પૂરી વાત તેના પિયરમાં જણાવી હતી. જેથી હિનાના પિયર પક્ષે દિયોદર પોલીસ મથકે પહોંચી તેના સાસરિયાના 6 સભ્યો સામે મારામારી અને ત્રાસ ગુજારવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર ઘટના અંગે હિનાના પિતાએ જણાવ્યુ હતું કે, છેલ્લા કેટલાક સમયથી PSI અને તેમની પત્ની વચ્ચે ચાલતો પારિવારિક ઝગડો ટોપ ઓફ ઘ ટાઉન બન્યો છે. આ ઘટના બન્યા બાદ પોલીસ પણ મૌન સેવી રહી છે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી રહી છે. આ સમગ્ર મામલે રાધનપુરમાં PSI તરીકે ફરજ બજાવતા અશોક ચૌધરીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે આ ફરિયાદ ખોટી છે અને તેમને બદનામ કરવા માટે કરી રહ્યા છે. તેમની સાથે કોઈપણ પ્રકારની મારઝૂડ કે લૂંટ ની ઘટના બની નથી.