બનાસકાંઠામાં જિલ્લા પોલીસ વડાને પૂર્વ પોલીસ કર્મચારીએ નોટિસ આપી હોવાની ઘટના સામે આવી છે. જેમાં અગાઉ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે જીવરાજ આલ અનાર્મ પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ તેઓને બાદમાં જાહેર હિત ખાતર ડાંગ ખાતે બદલી કરવામાં આવી હતી. જોકે ત્યાં તેઓ હાજર ન રહેતા બનાસકાંઠા જિલ્લામાં જ હાજર રહી અસામાજીક પ્રવૃત્તિઓ કરતા અને પોલીસ વિરોધી વાતાવરણ ઉભું કરવા મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ અઠવાડિયા ડાંગ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી તેઓની સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.
જોકે આ મામલે પૂર્વ પોલીસ કર્મચારી જીવરાજા આલે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને વકીલ મારફતે નોટિસ મોકલાવી છે અને તેઓએ અગાઉ સ્વેચ્છાએ રાજીનામું આપી પોતાના સમાજના વિકાસ કાર્યો કરતા હોવાનું જણાવ્યું હતું. તેમજ તેઓને જિલ્લા પોલીસ વડા દ્વારા ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે તેઓએ જિલ્લા પોલીસવડાને નોટિસ આપી છે.