ETV Bharat / state

Water Crisis : પીવાનું પાણી મેળવવાની રઝળપાટના દ્રશ્યો હલબલાવે એવા, દર વર્ષની સમસ્યા છતાં બનાસકાંઠા જિલ્લા તંત્ર નઘરોળ કેમ?

ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે. અનેક ગામોમાં પીવાના પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી નથી લોકો પીવાનું પાણી મેળવવા ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

Water Crisis : પીવાનું પાણી મેળવવાની રઝળપાટના દ્રશ્યો હલબલાવે એવા, દર વર્ષની સમસ્યા છતાં બનાસકાંઠા જિલ્લા તંત્ર નઘરોળ કેમ?
Water Crisis : પીવાનું પાણી મેળવવાની રઝળપાટના દ્રશ્યો હલબલાવે એવા, દર વર્ષની સમસ્યા છતાં બનાસકાંઠા જિલ્લા તંત્ર નઘરોળ કેમ?
author img

By

Published : May 13, 2023, 9:10 PM IST

પીવાના પાણીની તંગી

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની અને ખેતી કરવા માટે સમસ્યા ઊભી થાય છે. દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પાણીના બુંદ બુંદ માટે લોકોએ ટળવળવું પડે છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઉનાળાના સમયે કેનાલોમાં પાણી બંધ કરતાની સાથે જ અનેક ગામોમાં પીવા માટે અને ખેતી કરવા માટે પાણીનો કકળાટ શરૂ થઈ જતો હોય છે. ત્યારે આ વર્ષે પણ એક તરફ ઉનાળો અગનગોળા જેવી ગરમી પડી રહી છે તો બીજી તરફ પાણી વગર લોકો આવી ગરમીમાં પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ભારે હાલાકી : બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં કેનાલ મારફતે જે પીવા માટે અને ખેતી કરવા માટે પાણી પૂરું પાડવામાં આવતું હતું તે હાલમાં બંધ થઈ ગયું છે. જેના કારણે અનેક ગામો હાલ પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના ચોથા નેસડા અને લોદ્રાણી ગામમાં છેલ્લા 15 દિવસથી પીવા માટેનું પાણી ન આપતા અહીંના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં આ બંને ગામોમાં એક પણ ટીપું પાણી ન હોવાના કારણે આ ગામના લોકો ટેન્કર મારફતે બહારથી પાણી લાવવા મજબૂર બન્યા છે.

  1. Banaskantha News: ગેનીબેનના હાથમાં બંદૂક સાથેના ફોટા થયા સોશિયલ મીડિયામાં વાયરલ
  2. Banaskantha News : ગૌમાતા પોષણ યોજના સહાય ન મળતા હાલત કફોડી, સરકારને પત્ર લખાયો
  3. Banaskantha News: સાંસદ સભ્યના ગામમાં પાણીનો પોકાર, મહિલાઓએ કર્યું પાણી આંદોલન

પાણી માટે રઝળપાટ : એક તરફ ઉનાળો આકરા તાપે શરૂ થયો છે તો બીજી તરફ મહિલાઓ પીવાના પાણી માટે કિલોમીટર દૂર સુધી જવા માટે મજબૂર બની રહી છે. બનાસકાંઠા જિલ્લો બીજી તરફ ખેતીની સાથોસાથ પશુપાલન સાથે પણ વર્ષોથી સંકળાયેલો છે. પરંતુ સરહદી વિસ્તારોમાં હાલ પાણીની વિકટ સમસ્યા સર્જાતા પશુપાલન કરવું પણ મુશ્કેલી બન્યું છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ તો ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલા અને ગામો હાલ પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે.

અમારા ચોથાનેસડા ગામમાં ઉનાળાની શરૂઆત થતા જ ગામમાં પાણી મળતું નથી. અમને પીવાનું પાણી ન મળતા અમે શું કરીએ. અમારા ગામમાં પશુધન તરસે મરે છે. અમારા ગામમાં પાણીના અવાડા ખાલીખમ પડ્યા છે. અમે પશુધન ક્યાં રાખીએ. અમારે નાવાધોવાની તકલીફ પડે છે. પાણી પણ મળતું નથી પીવા માટે, એટલે અમે સરકારને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે...ભરત જોષી (સ્થાનિક)

તાત્કાલિક પાણી આપો : રાજ્ય સરકાર એક તરફ ગુજરાતના છેવાડાના માનવી સુધી પાણી પહોંચ્યું હોવાની વાતો કરી રહી છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તો હાલમાં પીવાના પાણી માટે લોકો રોજે રોજ તંત્રને રજૂઆત કરતા નજરે પડી રહ્યા છે ત્યારે હાલ તો આ ગામના લોકોને એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સરહદી વિસ્તારોના ગામોમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે.

અહીં પાણી આવતું નથી. પાણી ભરવા માટે ખેતરોમાં જવું પડે છે. જેની જોડે ટ્રેક્ટરની વ્યવસ્થા છે એ લોકો તો ટેકટરથી ખેંચીને પાણી લાવે છે. પરંતુ જેમની પાસે ટ્રેક્ટર અથવા તો કોઈ સાધન નથી તેમને પાણી દૂર દૂરથી ઉપાડી ઉપાડીને લાવવું પડે છે. છેલ્લા સાત દિવસથી પાણી આવતું નથી. એટલે પાણીની વ્યવસ્થા થાય તો સારું... શ્રવણભાઈ માનવર (સ્થાનિક)

હવાડા પણ કોરાધાકોર : બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકામાં હાલ પીવાના પાણી માટે ભારે તંગી સર્જાય છે સરહદ વિસ્તારમાં હાલ પાણી વગર ખેતી કરવાની વાત તો દૂર રહી પરંતુ પીવા માટે પણ હાલમાં પૂરતું પાણી મળતું નથી. સરકાર દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં પશુઓને પીવા માટે હવાડા તો બનાવવામાં આવ્યા છે પરંતુ હાલમાં પાણી વગર હાલ હવાડા પણ કોરાધાકોર જોવા મળી રહ્યા છે. જેના કારણે પશુઓ પણ પાણી વગર ટળવળી રહ્યા છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણેપાણી પૂરું પાડવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.

લોદ્રાણી ગામમા છેલ્લાં 10 દીવસથી પાણી બઉ ઓછું આવે છે પાણી પૂરતું આવતું નથી. મારા મિત્ર મંડળ દ્વારા છેલ્લા દસ દિવસથી પ્રાઇવેટ ટેન્કર દ્વારા ગામના હવાડા ભરીએ છીએ. કારણ કે ગામમાં પશુધન વધારે છે અને તેમને પીવા માંટે પણ પાણી નથી. તેથી એક હજાર રૂપિયા આપીને દરરોજના બે ટંકર ભરીએ છીએ. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ગામમાં પૂરતા પાણીની સગવડ કરી આપે... રાજુભાઈ પરમાર (સ્થાનિક)

તંત્રનો જવાબ મળવો મુશ્કેલ : બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં દર વર્ષે આ પ્રકારની સમસ્યા સામે આવે છે. ત્યારે શા માટે જિલ્લા પ્રશાશન દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા માટે આગોતરું આયોજન ધ્યાનમાં લેતી નથી તેનો જવાબ મળવો મુશ્કેલ છે. ઉનાળાના સમયે કેનાલોમાં પાણી બંધ કરવામાં આવે છે તે સાથેપીવા માટે અને ખેતી કરવા માટે પાણીની રઝળપાટ શરુ થઇ જાય છે. આ વર્ષે અગનગોળા જેવી ગરમી પડી રહી છે તો બીજી તરફ પાણી વગર લોકો આવી ગરમીમાં પીવાનું પાણી પણ મળે નહીં તેનો વિચાર તંત્રને આવે ત્યારે કંઇ ઉકેલ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.