ETV Bharat / state

બનાસકાંઠામાં તીડ જીવાતનો આંતક, કૃષિપ્રધાનને અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તારોમાં તીડ નામની જીવાતનો આતંક વધતાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે. આ જીવાતને અટકાવવા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા શનિવારના રોજ કૃષિપ્રધાને અસરગ્રસ્ત વિસ્તારની બીજીવાર મુલાકાત લીધી હતી. ત્યારબાદ કૃષિપ્રધાને તીડથી અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી જીવાતને અટકાવવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી.

બનાસકાંઠામાં તીડ જીવાતનો આંતક, કૃષિપ્રધાનને અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત
author img

By

Published : Jul 21, 2019, 2:57 AM IST

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી તીડ નામની જીવાતનો આતંક વઘી રહ્યો છે. જિલ્લાના 7 તાલુકામાં 50 હજાર હેકટરથી પણ વધુ જમીનમાં તીડે ધામા નાખતાં તંત્ર દોડતું થયું હતું. આ બનાવની જાણ થતા જ બનાસકાંઠા જિલ્લાની નિયંત્રણ વિભાગની બે ટીમોએ સતત દસ દિવસથી દવાઓનો છંટકાવ કરી તેનો નાશ કર્યો હતો. ત્યારે ગુજરાત સરકારની પણ છ ટીમો દ્વારા તીડ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે આ ઘટનાને ગંભીરતાથી લેતાં કૃષિપ્રધાને આ વિસ્તારની મુલાકાત લીધી હતી.

બનાસકાંઠામાં તીડ જીવાતનો આંતક, કૃષિપ્રધાનને અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

ગુજરાત સરકારના કૃષિમંત્રી આર.સી.ફળદુએ સતત બીજીવાર બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં આવી પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તીડ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઇ સ્થાનિક કૃષિ વિભાગના અધિકારીઓ અને ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. જેમાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી અને સ્થાનિક અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.

Intro:લોકેશન... સુઇગામ.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.20 07 2019

સ્લગ.......તીડ અસરગ્રસ્ત વિસ્તાર ની મુલાકાત

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં તીડના આતંક મામલે આજે કૃષિમંત્રી સતત બીજીવાર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યા હતા અને તીડ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો અને અધિકારીઓ સાથે મુલાકાત લઇ પરિસ્થિતિ નું જાત નિરીક્ષણ કર્યુ હતું.......

Body:વી ઓ .......ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી તીડે આતંક મચાવ્યો છે જિલ્લા 7 તાલુકામાં 50 હજાર હેકટરથી પણ વધુ જમીનના તીડે ધામા નાખતા તંત્ર દોડતું થયું હતું. જોકે આ બનાવની જાણ થતા જ બનાસકાંઠા જિલ્લાની નિયંત્રણ વિભાગની બે ટીમોએ સતત દસ દિવસથી દવાઓનો છંટકાવ કરી તેનો નાશ કર્યો હતો. જ્યારે ગુજરાત સરકારની પણ છ ટીમો દ્વારા તીડ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે તે દરમ્યાન ગુજરાત સરકારે તો આ ઘટનાને ગંભીરતાથી લઇ તાત્કાલિક ધોરણે કૃષિમંત્રી આ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા અને ગુજરાત સરકારના કૃષિમંત્રી આર.સી.ફળદુ આજે સતત બીજીવાર બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં આવી પહોંચ્યા હતા જ્યાં તીડ પ્રભાવીત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક કૃષિ વિભાગના અધિકારીઓ અને ખેડૂતો સાથે ચર્ચા કરી પરિસ્થિતિનો જાત નિરીક્ષણ કર્યુ હતુ, મુલાકાત સરમ્યાન બનાસડૅરી ના ચેરમેન શંકર ચૌધરી અને સ્થાનિક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.....

બાઈટ.....આર સી ફળદુ, કૃષિ મંત્રી, ગુજરાત સરકાર

( સરકાર આ મામલે ગંભીર છે, તીડ નિયંત્રણ માં અહીંના ખેડૂતો પણ સાથ આપી રહ્યા છે, સરકાર ખેડૂતો ની સાથે છે )
Conclusion:
રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.