ETV Bharat / state

બનાસકાંઠાના નેનાવામાં ગામના આગેવાનો અને સરપંચ દ્વારા સ્વયંભૂ લોકડાઉન - બનાસકાંઠામાં કોરોના વિસ્ફોટ

કોરોના વાઇરસ દિવસેને દિવસે લોકોને ભરડામાં લઈ રહ્યો છે. ત્યારે, ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ નેનાવા ગામના લોકોએ આ કોરોનાની ચેઈન તોડવા માટે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે. સતત દસ દિવસ સુધી જીવન જરૂરિયાત સિવાય તમામ ધંધા-રોજગાર બંધ રાખી લોકોએ પોતાના ઘરમાં જ રહેવાનું નિર્ણય કર્યો છે.

બનાસકાંઠાના નેનાવામાં ગામના આગેવાનો અને સરપંચ દ્વારા સ્વયંભૂ લોકડાઉન

author img

By

Published : Apr 18, 2021, 11:41 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં વધારો
  • લોકડાઉન થતા ફરી એકવાર તમામ ધંધા-રોજગાર બંધ
  • આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની પ્રક્રિયા હાથ ધરાઈ

બનાસકાંઠા: જિલ્લામાં કોરોના વિસ્ફોટની પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે મોટી સંખ્યામાં પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. હાલમાં, બનાસકાંઠા જિલ્લામાં 2 હજારથી પણ વધુ કોરોના દર્દીઓ એક્ટિવ થયા છે. વધતા જતા કોરોના વાઇરસના કેસોના કારણે અનેક તાલુકાઓમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવી રહ્યું છે. જેના કારણે, કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો કરી શકાય. બનાસકાંઠા જિલ્લામાં હાલ સૌથી વધુ કેસો ડીશા અને પાલનપુરમાં સામે આવી રહ્યા છે.

બનાસકાંઠાના નેનાવામાં ગામના આગેવાનો અને સરપંચ દ્વારા સ્વયંભૂ લોકડાઉન

આ પણ વાંચો: હિંમતનગર તાલુકાના 7 ગામડાઓએ સાથે મળીને સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું

બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ વિકટ

જિલ્લામાં સતત વધતા જતા કોરોના વાઇરસના કેસના કારણે હાલમાં તમામ હોસ્પિટલોમાં હાલ મોટાભાગના દર્દીઓને સારવાર પણ મળી નથી. આથી, સારવાર ન મળતાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત પણ થઇ ચૂક્યા છે. ત્યારે, ચોક્કસથી કહી શકાય કે, હાલ કોરોના વાઇરસના કારણે બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ વિકટ બનતી જાય છે.

કોરોનાના કેસોના કારણે નેનાવામાં લોકડાઉન

રાજસ્થાનમાં અને ગુજરાતમાં અત્યારે કોરોનાનું સંક્રમણ ખૂબ જ ફેલાઇ રહ્યું છે. આમ બન્ને રાજ્યોની વચ્ચે આવેલા બનાસકાંઠા જિલ્લામાં પણ રોજના 100થી પણ વધુ કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે, બોર્ડર પર આવેલા આ ગામના લોકોએ પોતાના ગામને સુરક્ષિત રાખવા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. કોરોના મહામારીને લઇને શુક્રવારે આ ગામના સરપંચ સહિત આગેવાનોની એક બેઠક યોજાઇ હતી. જેમાં, નેનાવા ગામને દસ દિવસ સુધી સદંતર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: બાલાસિનોરમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે સ્વયંભૂ લોકડાઉન

ધંધા-રોજગાર બંધ હાલતમાં જોવા મળ્યા

નેનાવા ગામમાં સવારથી જ તમામ ધંધા-રોજગાર બંધ હાલતમાં જોવા મળ્યા છે. સવારે 7થી 11 વાગ્યા સુધીમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટેની દુકાન ખુલ્લી રાખવાની પરમીશન આપવામાં આવી છે. પરંતુ, આ સિવાય તમામ લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને જે કોઈ આ નિયમનો ભંગ કરશે તેને 500 રૂપિયાનો દંડ ફટકારવાનો ગામના આગેવાનો અને સરપંચે જણવ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની પ્રક્રિયા હાથ ધરાઈ

બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે લોકોના વધેલા સંક્રમણના કારણે કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણે, હાલ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને લોકોના વધુમાં વધુ ટેસ્ટ કરી તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વધતા જતા કોરોના વાઇરસના કારણે રાજસ્થાનથી બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશતા તમામ લોકો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હાલમાં આરોગ્ય વિભાગ તરફથી પણ આ ગામમાં વધુમાં વધુ લોકોનો ટેસ્ટ કરી રસીકરણની કામગીરી પણ હાથ ધરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.