ETV Bharat / state

બનાસકાંઠાઃ નેનાવા ગામમાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું - કોરોના સંક્રમણ

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ એક ગામમાં ફરી એકગામ માં ફરી એકવાર લોકડાઉન કરવામાં આવ્યું છે કોરોના ના વધતા જતા સંક્રમણ ને લઈ ગ્રામજનોએ સાથે મળી કોરોના નામના રોગને અટકાવવા માટે આ પગલું ભર્યું છે.

સ્વયંભૂ લોકડાઉન
સ્વયંભૂ લોકડાઉન
author img

By

Published : Sep 27, 2020, 8:44 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં લોકોનું સંક્રમણ વધતા સતત કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. વધતા જતા કોરોના વાઇરસના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લાના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત કોરોના વાઇરસના દર્દીઓની સારવાર પૂરી પાડવામાં આવી રહી છે અને લોકો કોરોના વાઇરસથી સુરક્ષિત રહે તે માટે સલાહ સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે. તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

Nenava village
નેનાવા ગામમાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે સ્વયંભૂ લોકડાઉન

ગુજરાત સરકાર દ્વારા જ્યારથી રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારથી કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં બે હજારથી પણ વધુ કોરોના વાઇરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે અને અત્યાર સુધી કોરોના વાઇરસના કેસોમાં 60થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

છેલ્લા દસ દિવસમાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે કાણોદર ગઢ અને ધાનેરામાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જે બાદ રવિવારે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા બનાસકાંઠાનું નેનાવા ગામમાં પણ સતત વધતા જતા કોરોના વાઇરસના પોઝિટિવ કેસોને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા એક અઠવાડિયાની અંદર આ ગામની અંદર 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે કારણે ગ્રામજનો ફફડી ઉઠ્યા છે. ત્યારે આ ગામમાં મહામારીનો ભોગ વધુ લોકો ન બને અને કોરોના વાઇરસનો ફેલાવો અટકાવી શકાય તે માટે સરપંચે ગ્રામજનો સાથે મળી ફરી એકવાર નેનાવા ગામને લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

આગામી 7 દિવસ સુધી આ ગામની અંદર દૂધ અને મેડિકલ સિવાયની તમામ ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા છે. આ નિર્ણયને ગ્રામજનોએ પણ આવકર્યો છે અને તમામ લોકોએ આજથી જ ધંધા-રોજગાર બંધ રાખી કોરોના સામે ખભે ખભો મિલાવી લડત આપી રહ્યા છે.

નેનાવા ગામમાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.