બનાસકાંઠા: અત્યારે દરેક પ્રકારના કામ માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. ત્યારે લોકોને આધાર કાર્ડ નવા બનાવવા તેમજ અપડેટ કરાવવા ડીસામાં માત્ર એક જ સેન્ટર ચાલુ હોઇ લોકોનો ભારે ઘસારો રહે છે. ડીસામાં એક બે બેન્કોની શાખાઓમાં આધાર કાર્ડ સેન્ટર ચાલે છે જેમાં પણ શનિ-રવિ ની રજા,જાહેર રજા, ઓપરેટરની ગેરહાજરી સહિતના પ્રશ્નોના કારણે લોકો મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલા એક માત્ર આધાર સેન્ટર નો ભરોસો રાખવો પડે છે.
"ડીસામાં આધાર કાર્ડ સેન્ટર પર વધુ આધાર કાર્ડ બને તે માટે તેની કેપેસિટી વધારવાની તેમજ નવા આધાર કાર્ડ ખોલવા માટેની મંજૂરીની પ્રોસેસ ચાલી રહી છે. જે મંજૂર થતાં અન્ય આધાર કાર્ડ સેન્ટર ખોલવામાં આવશે જ્યારે છેલ્લા આજે પ્રિન્ટર બગડેલું હોવાથી લોકોને થોડીક હાલાકી પડી છે જે અંગે પણ તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે"-- એસ.ડી.બોડાણા (ડીસા શહેર મામલતદાર )
હાલાકી અંગે રજૂઆત: જેમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી લોકોનો ખૂબ જ ઘસારો વધી જતા દરરોજ માત્ર 30 જ લોકોને ટોકન આપવામાં આવે છે. જેના કારણે દૂર દૂર ગામોમાંથી આવતા અન્ય લોકોને ધક્કો પડે છે. આ સિવાય પણ આ આધાર કાર્ડ સેન્ટરમાં ક્યારેક ઓપરેટર હાજર હોતા નથી તો ક્યારેક પ્રિન્ટર બગડેલું હોય છે. સહિતના અનેક પ્રશ્નોના કારણે આ સેન્ટર પર રેગ્યુલર રીતે ચાલતું નથી. જેથી લોકોની હાલાકી ઔર વધી જાય છે. દરરોજ 100 થી વધુ લોકોને ધક્કા ખાઈને પરત જવું પડે છે. ત્યારે આજે મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલા આધાર સેન્ટર પર છેલ્લા કેટલાય દિવસોથી ધક્કા ખાતા 100 થી વધુ અરજદારો રજૂઆત કરવા મામલતદાર કચેરીમાં ધસી આવ્યા હતા જેઓએ મામલતદારને પોતાને પડતી હાલાકી અંગે રજૂઆત કરી હતી.
આધાર કાર્ડ કઢાવવા: અરજદારોની મીડિયા સાથેની વાતચીતઆ બાબતે આધાર કાર્ડ કઢાવવા માટે આવેલ અરજદારોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમે છેલ્લા કેટલાક દિવસથી ધક્કાઓ ખાઈએ છીએ પરંતુ અમારા આધાર કાર્ડ અપડેટ થતા નથી નથી તો આધાર કાર્ડ નવા નીકળતા અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ અહીં આવીએ તો કહે છે કે સરળ ડાઉન છે થોડીવાર પછી કહે છે ટેકનિકલ પ્રોબ્લેમ છે એટલે અમે આજે મામલતદારને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને મામલતદાર એ કીધું છે કે નવી કીટ માટેની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ.