બનાસકાંઠા/ ડીસા: ગુજરાતમાં ઘણા પરિવારો એવા છે જેમાં ફેમિલી બિઝનેસ ચાલે છે. પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ એવા પરિવારો છે જે વર્ષોથી બિઝનેસ કરે છે. બનાસકાંઠાના ડીસામાં કચ્છના રાપર ગામના 4 પરિવાર છેલ્લા 10 વર્ષથી પોતાના હાથની કલાથી અવનવી ડિઝાઇનવાળી 5 પ્રકારની ખજૂરીના પાનમાંથી સાવરણી બનાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા બનાવમાં આવેલી સાવરણી ગુજરાત સહિત રાજસ્થાનમાં વેચવામાં આવે છે.
વેક્યુમના બદલે સાવરણીઃ આધુનિક યુગમાં સફાઇ ના સાધનો બદલાયા છે.તેમજ શહેરોમાં વેક્યુમ ક્લીનર દ્વારા મોટા ભાગે સફાઈ થતી હોય છે. ત્યારે આજે પણ ગામડાઓમાં સફાઈ માટેનું સાવરણીનું મહત્વ જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો સાવરણી વડે જ સફાઈ કરી રહ્યા છે. આખોલ ચાર રસ્તા પાસે મૂળ કચ્છના રાપર ગામના બાબુભાઈ ચકુંભાઈ દેવીપુજક સહિત ચાર પરિવારો છેલ્લા દસ વર્ષથી અહીં વસવાટ કરે છે.
કચ્છથી કાચોમાલઃ આ પરિવાર વર્ષોથી અલગ અલગ ડિઝાઇન વાળી અનોખી સાવરણી બનાવવાનું કાર્ય કરે છે. આ પરિવાર કચ્છ વિસ્તારમાંથી ખજુરીના પાન લાવી અલગ અલગ ડિઝાઇન વાળી સાવરણી બનાવવાનું કાર્ય કરે છે. કચ્છ વિસ્તારમાંથી ખજૂરીના પાન લાવે છે. છેલ્લા 10 વર્ષથી ડીસામાં 20 પાન વાળી એક ખજૂરીની ભારી 80 રૂપિયામાં તેમજ 30 પાન વાળી ખજુરીની ભારી 130 રૂપિયામાં તેમ 400 ભારી કચ્છથી 13થી 14 હજારના ભાડે ગાડીમાં લાવી અલગ અલગ 4થી 5 પ્રકારની અલગ અલગ ડિઝાઇન વાળી સાવેણી બનાવાનું કાર્ય કરે છે.
એકભારીમાંથી ઉત્પાદનઃ એક સાવેણી બનાવામાં થતો ખર્ચ અને સમય બનાવનારને ફાયદો કરાવે છે. ડીસાના આખોલ ચાર રસ્તા પાસે છાપરામાં રહેતા 4 દેવીપૂજક પરિવાર વર્ષોથી પરંપરાગત સાવેણી બનાવાનું કાર્ય કરે છે. આ પરિવાર ખજૂરીની એક ભારી માંથી 15 સાવરણી બનાવે છે. જેમાં એક સાવરણી તૈયાર કરવા તેમને 15 મિનિટ જેટલો સમય લાગે છે.એક સાવરણી બનાવા 25 રૂપિયાનો ખર્ચ થાય છે. ડીસામાં આ 4 પરિવાર છેલ્લા 10 વર્ષથી અલગ અલગ ડિઝાઇન વાળી 5 પ્રકારની સાવેણી બનાવે છે.
"અમે આમ કચ્છના રાપરના વતની છીએ અને વર્ષોથી બાપદાદા નો અમારો પરંપરાગત રીતે ધંધો સાવરણી બનાવવાનો છે. અમે કચ્છ વિસ્તારમાંથી ખજૂરના પાન લાવીએ છીએ. ખજૂરના પાનમાંથી અલગ અલગ પ્રકારની સાવરણી બનાવીને વેચીએ છીએ. અમારી સાવરણી ગુજરાત સાહિત્ય રાજસ્થાનમાં પણ વેચાય છે. અમે હોલસેલ તેમજ રિટેલ ભાવમાં સાવરણી બનાવીને અમારા બાળ-બચ્ચાનું ગુજરાત ચલાવીએ છીએ. એમાં અમને સરકાર કંઈક સહયોગ કરે તો અમે સાવરણી બનાવીને વધુ કમાણી કરી શકીએ"---નાથાભાઈ (સાવરણી બનાવનાર)
દૂરથી લોકો આવે છે લેવાઃ જે સાવેણી બનાવે છે તે 30 રૂપિયાથી લઈ 100 રૂપિયા સુધીની બનાવી ડીસા સહિત આજુબાજુના ગામડા તેમજ રાજસ્થાનમાં વેચાણ કરે છે.તેમના દ્વારા બનાવમાં આવતા અલગ અલગ સાવેણી લેવા માટે દૂર દૂરથી લોકો ખરીદવા આવે છે.આ સાવરણી બનાવનાર બાબુભાઇ દેવીપૂજકે જણાવ્યું હતું કે વર્ષોથી અમારા દ્વારા અલગ અલગ સાવરણી બનાવીએ છીએ જો સરકાર દ્વારા અમારી કલા માટે કોઈ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો સાવરણી બનાવનાર પરિવાર સારી રીતે કમાણી કરી શકે.