ETV Bharat / state

Banaskantha News : ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળા મારવા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની બેઠક મળી - બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની બેઠક

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના આગેવાન નેતા ગોવાભાઇ રબારીએ સોમવારે કેસરીયો ધારણ કરી લીધો હતો. જેના અનુસંધાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રીપોર્ટ માગવામાં આવ્યો હતો. આ કારણે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ આગેવાનોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં આ વિશે તીખાં નિવેદનો પણ સાંભળવા મળ્યાં હતાં.

Banaskantha News : ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળા મારવા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની બેઠક મળી

author img

By

Published : Jun 20, 2023, 6:26 PM IST

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ આગેવાનોની બેઠક

ડીસા : બનાસકાંઠામાં ફરી એકવાર ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ કોંગ્રેસની બની છે. ગઈકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ સહિત 200 જેટલા હોદ્દેદારો અને આગેવાનો ભાજપમાં જોડાયા બાદ આજે ડીસા ખાતે જિલ્લા કોંગ્રેસ આગેવાનોની અગત્યની બેઠક યોજાઇ હતી.

અગત્યની બેઠક યોજાઈ : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પીઢ અગ્રણી ગોવાભાઇ દેસાઈ ગઈકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. ડીસામાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપના જોડાતા જિલ્લાના 200થી પણ વધુ કોંગ્રેસ આગેવાનો પણ તેમના સમર્થનમાં ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ હવે પ્રદેશ કોંગ્રેસ કમિટીએ જિલ્લા કોંગ્રેસ કમિટી પાસેથી રિપોર્ટ માંગતા અને કોંગ્રેસમાં વધુ ભંગાણ કે ડેમેજ ન થાય તે માટે આજે ડીસા ખાતે જિલ્લા કોંગ્રેસ આગેવાનોની અગત્યની બેઠક યોજાઈ હતી.

આ બાબતે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રિપોર્ટ માગતા અમે આજે તરત જ બેઠક બોલાવી હતી. જેમાં સિનિયર આગેવાનો ચર્ચા કરી નવું સંગઠન ઉભું કરીશું. ગોવાભાઇ કોઈ લોભ કે લાલચમાં આવીને ભાજપમાં જોડાયા છે. પરંતુ તેમના જવાથી કોંગ્રેસને કોઈ જ નુકસાન થવાનું નથી. અગાઉ લીલાધરભાઇ વાઘેલા જેવા ઘણા લોકોએ ભાજપનું દામન પકડ્યું હતું. તેમ છતાં ફરી કોંગ્રેસ બેઠી થઈ હતી અને જે અપેક્ષાએ તેઓ ગયા છે ત્યાં કદાચ ભારતીય જનતા પાર્ટીમાં પણ મોટું ભંગાણ પડી શકે છે...ભરતસિંહ વાઘેલા (બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ )

માર્કેટયાર્ડમાં કૌભાંડની તપાસ : બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના આગેવાન નેતા ગોવાભાઇ રબારીએ સોમવારે કેસરીયો ધારણ કરી લીધો હતો. જેના અનુસંધાનમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા રીપોર્ટ માગવામાં આવ્યો હતો. આ કારણે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ આગેવાનોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં આ વિશે તીખાં નિવેદનો પણ સાંભળવા મળ્યાં હતાં..આ સિવાય કોંગ્રેસ આગેવાન અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી દેલવાડીયાએ તીખો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગોવાભાઈ તો જન્મ્યાં ત્યારથી જ લાલચુ હતાં અને માર્કેટયાર્ડમાં કૌભાંડની તપાસ ઊભી ન થાય તેવા કારણોસર કદાચ પાર્ટી છોડવી પડી છે.

  1. Govai Rabari joined BJP: બનાસકાંઠામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવા રબારીએ ધારણ કર્યો કેસરિયો
  2. Navsari news: નવસારી શહેર કોંગ્રેસમાં પડ્યું ભંગાણ, પ્રમુખે આપ્યું રાજીનામુ
  3. Congress to focus on Unity : કોંગ્રેસનું ધ્યાન હવે તેમના નેતાઓને એકજૂથ કરવા પર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.