પાલનપુરઃ પશુપાલકોની એકમાત્ર સંસ્થા જનરલ હોસ્પિટલ પાલનપુર અત્યંત આધુનિક તબીબી સારવારમાં જિલ્લામાં મોખરે છે. બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીના જણાવ્યા પ્રમાણે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. પાલનપુર તાલુકાના બાદરપુરા ખોડલા ગામમાં ભાગીયા તરીકે કામ કરતા શંકરભાઈની દોઢ વર્ષની પુત્રીને થોડાક સમય અગાઉ તાવ શ્વાસ લેવામાં તકલીફ થતી. જેથી હોસ્પિટલમાં એડમીટ કરાઈ હતી.
આ પણ વાંચોઃ Surat News : સુરતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર વેવાઈનો મૃતદેહ જોઈને વેવાણને પણ આવ્યો એટેક
સિવિલમાં શ્રેષ્ઠ સારવારઃ પરિવારજનો દ્વારા પોતાની દીકરી છાયાબેનને રાજસ્થાનની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. લાંબા સમય સુધી એની સારવાર કરાવી હતી. છતાં તબિયતમાં કોઈ ફેર પડતો ન હતો. જેના કારણે દીકરીની તબિયત વધારે લથડતી હતી. સ્નેહીજનોના જણાવ્યા પ્રમાણે ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસ સિવિલ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે દાખલ કરવામાં આવવી હતી. જ્યારે આ કેસ તબીબો પાસે પહોંચ્યો ત્યારે પહેલાના રીપોર્ટ ચેક કર્યા હતા. તાવ, ખાંસી, શરદી વજનમાં નહિવત વધારો તેમજ શ્વાસની ગંભીર બિમારીની સાથે દાખલ કરવામાં આવી હતી.
કોઈ આશા ન હતીઃ પરિવારજનોએ બાળકી સ્વસ્થ થવાની સપૂર્ણ આશા ગુમાવી બેઠા હતા. આ સમયે સિવિલના તબીબો દ્વારા બિમારીની ગંભીરતા ધ્યાને રાખી ત્વરિત સારવાર ચાલું કરવામાં આવી હતી. જેમાં આવી ગંભીર બીમારીને ધ્યાને લઈને લોહીની તપાસ એક્સ-રે, સીટી સ્કેન, ગળફાની તપાસ કરવામાં આવી હતી. જેમાં બાળકીને ફેફસાનો ટી.બી. હોવાનું જાણવા મળ્યું હતું અને લોહીમાં હિમોગ્લોબીનની ઉણપ હતી. જેના કારણે પાંડુરોગનો ઈલાજ કરાયો હતો.
આ પણ વાંચો: Surat News : માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, પાંચ મહિનાની બાળકી રમતા રમતા બીજા માળેથી નીચે પટકાઈ
ઑક્સિજન ઓછું હતુંઃ બાળકીમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એનામાં ઑક્સિજન ઓછું હતું. સી-પેપ મશીનથી એને પ્રાણવાયુ આપવામાં આવી રહ્યો હતો. આ સાથે જરૂરી દવા અને પોષણયુક્ત જમવાનું આપતા એનામાં ફેર પડતો હતો. એ સમયે દોઢ વર્ષની બાળકીનું વજન માત્ર પાંચ કિલો રહ્યું હતું. કુપોષણનો શિકાર બની હોય એવો માહોલ હતો. પછી ચોક્કસ ડાયેટ અને દવાઓની અસરથી એનામાં સુધારો થતો ગયો અને બાળકી સ્વસ્થ બની.
ટીબી ડિટેક્ટ થયુંઃ બાળકીને ટી.બી. હોવાનું માલુમ પડતા દવાઓનો કોર્ષ કરાવવામાં આવ્યો હતો. જેનો ઈલાજ શરૂ થતા એના વજનમાં પણ વધારો થયો હતો. બાળકી વજન એક કિલો જેટલો વધતા હવે પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો.સુનીલ જોષીના માર્ગદર્શન થકી બાળકો વિભાગના ડો અજીતકુમાર શ્રીવાસ્તવ, ડો ભાવિ શાહ, ડો મુકેશ ચૌધરી, તેમજ નર્સિગ સ્ટાફ ખડેપગે હાજર જોવા મળ્યો હતો. બાળકીને મોતના મુખમાંથી બચાવવામાં આવી હતી. બાદરપુરા ખોડલા ગામમાં ભાગ્યા તરીકે કામ કરતા શંકરભાઈની દોઢ વર્ષની બાળકી ટીબી અને પાંડુ રોગથી છેલ્લા કેટલાક સમયથી પીડાતી હતી. પાલનપુર સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સતત 28 દિવસની રાત દિવસની મહેનત બાદ તેને બચાવી લેવામાં આવી હતી.
આ પણ વાંચો: Ahmedabad Rape Case: વટવામાં 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ
પરિવારે આભાર વ્યક્ત કર્યોઃ પરિવારજનોએ પાલનપુર સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારી દીકરી ખુબ બીમાર હતી. તે જીવી શકે તેમ હતી નહીં ત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલના તમામે તમામ ડોક્ટરોએ અમારી દીકરી માટે ખૂબ મહેનત કરી છે. તેને મોતના મુખમાંથી બચાવી છે. આ માટે સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.