ETV Bharat / state

બનાસકાંઠા LCBએ રૂપિયા 38 લાખનો દારૂ ઝડપી પાડ્યો - ગુજરાત ન્યુઝ

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે છાપી નજીક ભરકાવાડા ખાતેથી મોડી રાત્રે વિદેશી દારૂ ભરેલું ટ્રેલર ઝડપી ડ્રાઇવર અને ક્લીનરની અટકાયત કરી છે. લાખો રૂપિયાનો વિદેશી દારૂ છાપી પોલીસની હદમાંથી ઝડપાયો છે. પોલીસે ટ્રેલરનાં ડ્રાઇવર અને ક્લીનરની અટક કરી તેમની વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધ્યો છે.

બનાસકાંઠા LCBએ ટ્રેલરમાંથી રૂપિયા 38 લાખનો દારૂ ઝડપી પાડ્યો

author img

By

Published : Feb 13, 2021, 12:21 PM IST

  • છાપી હાઈવે પરના ભરકાવાડાના પાટીયા પાસેથી પકડ્યો દારૂ
  • ટ્રેલરના ડ્રાઈવર સહિત ક્લિનરની પોલીસે અટકાયત કરી
  • છાપી પોલીસની પેટ્રોલિંગની કામગીરી શંકાના ઘેરામાં

બનાસકાંઠાઃ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં દારૂની હેરફેર થતી હોય છે. જેમાં અનેકવાર સ્થાનિક પોલીસ સામે પણ શંકાની આંગણી ચીંધાતી હોય છે. ત્યારે ગત રાત્રે બનાસકાંઠા LCBને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.

આરોપી
આરોપી

પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધ્યો

બાતમીના આધારે પોલીસે છાપી પોલીસની હદમાં આવેલ ભરકાવાડા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન વિદેશી દારૂ ભરેલું ટ્રેલર પસાર થયું હતું, જેની તલાશી લેતાં તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રેલરને મધરાત્રીએ જ LCB ઓફીસે લાવી દારૂનો ઉતારી ગણતરી કરતાં રૂપિયા 38,68,460 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે ટ્રેલરનાં ડ્રાઇવર અને ક્લીનરની અટક કરી તેમની વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.