ETV Bharat / state

બનાસકાંઠામાં યુરિયા ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ખાતરનો જથ્થો પૂરો પડાયો - latest news of Lack of urea fertilizer

બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી યુરિયા ખાતરની અછત સર્જાઈ હતી. ત્યારે ડીસામાં યુરીયા ખાતરનો જથ્થો ઉતરતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ ખેતીવાડી વિભાગે ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વહેલી તકે ખાતર પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે.

banaskantha
બનાસકાંઠા
author img

By

Published : Jan 5, 2020, 6:23 PM IST

યુરિયા ખાતરની તંગી વચ્ચે ડીસા રેલવે સ્ટશને 42 હજાર ખાતરની બોરી ઉતરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. કારણ કે, છેલ્લા કેટલાય સમયથી જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ હતી. જેના કારણે ખેડૂતોને ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભુ રહેવું પડતું હતું. તો ક્યારે બમણા ભાવ આપીને ખાતર ખરીદવું પડતું હતું.

યુરિયા ખાતરની તંગીની સમસ્યાનો આવ્યો અંત
ખાતરની જરૂરિયાત હોવાના કારણે તેઓ આર્થિક નુકસાન વેઠીને પણ ખાતર ખરીદવા મજબૂર બન્યા હતા. ત્યારે ડીસામાં 19 હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ઉતરતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. રવિવાર સવારે યુરિયા ખાતર તાલુકા મથકે ઉતારી લોડિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા દરેક તાલુકામાં વહેલી તકે ખાતર પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.05 01 2020

એન્કર... બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં યુરિયા ખાતરની અછતને લઇને ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા પરંતુ આજે વહેલી સવારે ડીસા રેલવે સ્ટેશન પર 42 હજાર જેટલી અને બોરીનો જથ્થો ઉતરી જતાં હવે યુરિયા ખાતરની તંગી દૂર થશે

Body:વિઓ... બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં યુરિયાની અછતથી માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ આસપાસના અનેક જિલ્લાઓમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગતી હતી યુરિયાની તંગી વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે બનાસકાંઠા જિલ્લામાં આજે ડીસા રેલવે સ્ટેશન પર 42,000 યુરિયા ખાતરનો જથ્થો ઉતરે છે કુલ ૧૯ હજાર મેટ્રિક ટન જેટલો યુરિયા ખાતરનો જથ્થો બનાસકાંઠા જિલ્લામાં આવતા હવે યુરિયા ખાતરની તંગી દૂર થઈ છે આજે વહેલી સવારે ડિસા રેલવે રેક પર યુરિયા ખાતરનો જથ્થો ઉતારી તે તાલુકા મથકે પહોંચે તે માટે લોડિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી એટલે ખેતીવાડી વિભાગની ટીમો સાથે મળી દરેક તાલુકા મથક સુધી યુરિયા ખાતર પહોંચે તે માટે કામગીરી કરી હતી આટલા મોટા પ્રમાણમાં જ્યારે યુરિયા ખાતર બનાસકાંઠા જિલ્લા માં આવી છે ત્યારે જિલ્લામાં યુરિયા ખાતરની તંગી હવે ચોક્કસપણે દૂર થશે..

બાઈટ... માધવ ચૌધરી
( મદદનીશ નિયામક, ખેતીવાડી વિભાગ, બનાસકાંઠા )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.