- સંક્રમનની ચેઈન તોડવા કલેક્ટરનું વધુ એક ફરમાન
- જિલ્લાના તમામ કલાસ 1,2 તેમજ સુપર કલાસ 3 અધિકારીઓને હેડક્વાર્ટર નહિ છોડવાનો આદેશ
- મંજૂરી વિના હેડક્વાર્ટર છોડનાર સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયે શિક્ષાત્મક પગલાં લેવાશે
બનાસકાંઠા: કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતિને લીધે જિલ્લા કલેક્ટર દ્વારા દરરોજ નવા આદેશો અને સૂચનો બહાર પાડવામાં આવી રહ્યા છે,જેથી કરીને કોરોનાની આ ચેઇનને તોડી શકાય.જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા દરરોજ અધિકારીઓની બેઠક બોલાવવામાં આવે છે અને અધિકારીઓની દૈનિક કોવિડ રિલેટેડ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠાના વાવના ખેડૂતોએ જેટકો કંપનીના વિરુદ્ધમાં પ્રાંત કચેરીએ આપ્યું આવેદનપત્ર
પરવાનગી વગર નહીં છોડી શકાય હેડક્વાટર
કલેક્ટર આનંદ પટેલે જિલ્લામાં વધતાં જતા કોરોના કેસોને જોઈ જિલ્લાના તમામ કલાસ 1,2 અને સુપર કલાસ 3 અધિકારીઓ કે જેઓ કોઈ પોસ્ટના ઇન્ચાર્જમાં છે તે તમામને હેડક્વાર્ટર નહિ છોડવા આદેશ કરાયો છે,એટલું જ નહીં જો કોઈ અધિકારીને અનિવાર્ય સંજોગ ઉભા થાય તો મંજૂરી લીધા બાદ જ હેડક્વાર્ટર છોડી શકશે તેવો આદેશ કરાયો છે.જો કોઈ અધિકારી મંજૂરી વિના હેડક્વાર્ટર છોડશે તો તેની સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૫ અન્વયે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે..