ETV Bharat / state

Banaskantha Crime : પાલનપુરમાંથી યુવકનું અપહરણ થતાં પોલીસે યુવકની છોડાવી સાસુ અને સાળાની ધરપકડ કરી - લવ મેરેજની અંગત અદાવત

પાલનપુરમાં દીકરીએ લવ મેરેજ કરતા દીકરીના આ લવ મેરેજની અંગત અદાવત રાખીને દીકરીના પતિનું અપહરણ કરી લેવાયું હતું. જમાઇને રાજસ્થાન લઈ જવાતા બનાસકાંઠા પોલીસે યુવકને સાસરીયાની ચુંગાલમાંથી છોડાવીને અપહરણ કરનાર સાસુ અને સાળાની ધરપકડ કરી છે.

Banaskantha Crime : પાલનપુરમાંથી યુવકનું અપહરણ થતાં પોલીસે યુવકની છોડાવી સાસુ અને સાળાની ધરપકડ કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 1:59 PM IST

દીકરીના લવમેરેજથી નારાજ હતાં

પાલનપુર : પાલનપુર નજીકના ગામમાં પ્રેમ લગ્ન કરી ખરીદી કરવા આવેલી યુવતીના માતાપિતા અને બે સાળાઓએ તેણીના પતિનું પાલનપુર કોજી વિસ્તારમાંથી અપહરણ કર્યું હતું. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરીયાઓની ચુંગાલમાંથી યુવકને છોડાવી ચાર વ્યક્તિઓ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખરીદી માટે આવ્યાં હતાં : દેવપુરા નવદુર્ગા સોસાયટીમાં રહેતા પરિવારની યુવતીએ બાદરપુરા ખોડલાના યુવક સાથે ચાર વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતાં. તેણીને લગ્નજીવન દરમિયાન એક દીકરો હતો. ગુરુવારે ખરીદી કરવા માટે પાલનપુર આવ્યા હતા અને સાંજના સુમારે બાઈક ઉપર પરત તેમના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન યુવતીની માતા ઇન્દિરાબેન બળવંતભાઈ રાઠોડ પિતા બળવંતભાઈ રાવજી રાઠોડ તેમજ મનોજભાઈ બળવંતસિંહ રાઠોડ હસમુખભાઈ બળવંતસિંહ રાઠોડ એ મોટરસાયકલ રોકાવ્યું હતું અને બીજી તરફ યુવતીના પરિવારજનો તેની ગાડીમાં આ યુવકનું અપહરણ કરી ભાગી ગયા હતાં.

તપાસ કરતાં ખબર પડી કે જેનું અપહરણ થયું છે તે દીકરી એટલે કે તેના પિતા તેના ભાઈ અને બીજા બે અન્ય લોકો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં વઘારે વિગતો જોતા ખ્યાલ આવે છે કે આજથી થોડા વર્ષ અગાઉ દીકરીએ પોતાની માતાપિતાની મરજી વિરુદ્ધ જઈ અને પોતાની રીતે લવમેરેજ કરેલા હતાં અને આ માતાપિતાને ગમતું ન હતું ત્યારે તેના પિતા અને તેના ભાઈ અને બીજા અન્ય બે યુવાનોએ સાથે મળીને આ જે દીકરી છે તેના પતિનું અપહરણ કર્યું હતું અને અપહરણ કરીને તેને રાજસ્થાન તરફ લઈ જવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા તમામ રસ્તાઓ બંધ કરી અને રાજસ્થાન પોલીસને પણ જાણ કરવામાં આવે છે ત્યારે ત્યારે પોલીસને ઇન્ફોર્મેશન મળે છે કે રાજસ્થાનના રાણીવાડા ખાતે આ લોકો રહે છે અને ત્યાં તેને રાખેલો છે ત્યાંથી તેને છોડાવવામાં આવે છે અને ત્યાંથી હાલમાં હસમુખભાઈ બળવંતભાઈ રાઠોડ , અને ઇન્દિરાબેન બળવંતસિંહ રાઠોડ ની અટકાયત કરવામાં આવી છે અને અન્ય બે આરોપીઓ ફરાર છે તેમની શોધખોળ ચાલુ છે...અક્ષયરાજ મકવાણા જિલ્લા પોલીસ વડા

સાસુ અને સાળાની ધરપકડ : આ ઘટના અંગે ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ થતા પોલીસે તમામ રસ્તાઓ બ્લોક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, ત્યારે પોલીસે રાજસ્થાન પોલીસને જાણ કરી હતી અને રાજસ્થાન પોલીસના સહયોગથી બનાસકાંઠા પોલીસે રાનીવાડામાંથી યુવકને અપહરણ કરીને લઈ જનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં અને યુવકના સાસુ અને સાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રસ્તાઓ બ્લોક કરી તપાસ સઘન બનાવી : બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે પાલનપુરમાં કોજી વિસ્તારમાં આશરે નવ વાગ્યા આજુબાજુ પોલીસને એક જાણકારી મળી હતી કે એક પરિવારના પત્ની પતિ અને એક બાળક બજારમાં હતાં તે દરમિયાન એક લાલ કલરની સીટ આવી અને એમાં પતિનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ અમારા દ્વારા એસસોજી અને એલસીબીની ટીમને આ બાબતની જાણકારી આપવામાં આવી અને તમામ રસ્તાઓ બ્લોક કરીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

  1. PSI અમિતા જોશી આત્મહત્યા કેસ : 2 નણંદ અને સાસુ-સસરા સહિત પતિની ધરપકડ
  2. ખેડાના હેરંજ ગામે જમાઈનો પત્ની અને સાસુ પર જીવલેણ હુમલો, સાસુનું મોત, પત્ની ગંભીર હાલતમાં
  3. Puna Crime News: સાસુ પાસેથી પૈસા પડાવવા જમાઈએ પોતાની અને સાળીની દીકરીનું કર્યુ અપહરણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.