ETV Bharat / state

Banaskantha Crime : આંતરરાજ્ય વાહન ચોરી કરતા બે શખ્સો ઝડપાયા, ડીસા પોલીસે ચોરનો ડેમો પણ લીધો - ચોરીના વાહન ખરીદી લેનારો

ડીસામાં મોજશોખ માટે આંતરરાજ્ય વાહન ચોરી કરતા બે શખ્સો ઝડપાયા છે. ડીસા ઉત્તર પોલીસે વાહન ચોરનાર અને ખરીદનાર બંને આરોપીઓને પકડીને 5 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

Banaskantha Crime : આંતરરાજ્ય વાહન ચોરી કરતા બે શખ્સો ઝડપાયા, ડીસા પોલીસે ચોરનો ડેમો પણ લીધો

author img

By

Published : Aug 3, 2023, 7:37 PM IST

5 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

બનાસકાંઠા : ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં વાહનચોરી કરીને પોલીસની ઊંઘ હરામ કરનાર આરોપીઓને ઝડપવામાં ડીસા ઉત્તર પોલીસને સફળતા મળી છે. ડીસા ઉત્તર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક શંકાસ્પદ શખ્સ ચોરીનું એકટીવા લઈને વેચવા માટે ફરી રહ્યો છે. જેથી પોલીસે રિલાયન્સ પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન આખોલ ચાર રસ્તા તરફથી ડીસા તરફ આવી રેલ શંકાસ્પદ એકટીવા ચાલકને ઊભું રખાવી પૂછપરછ કરી હતી.

આરોપી રાજસ્થાનનો વતની આરોપીનું નામ હિતેશ સોનારામ માળી હોવાનું સામે આવ્યું હતું. આરોપી મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાનો રહેવાસી છે અને અત્યારે ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં રહેતો હતો. આરોપીની ઉલટતપાસ કરવામાં આવતાં તેણે એકટીવાની ચોરી વેચવા માટે ફરી રહ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક શંકાસ્પદ શખ્સ ચોરીનું એકટીવા લઈને વેચવા માટે ફરી રહ્યો છે. જેથી પોલીસે રિલાયન્સ પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન આખોલ ચાર રસ્તા તરફથી ડીસા તરફ આવી રેલ શંકાસ્પદ એકટીવા ચાલકને ઊભું રખાવી પૂછપરછ કરતા તે હિતેશ સોનારામ માળી હોવાનું જાણવા મળેલ. જે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાનો રહેવાસી હતો અને અત્યારે ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં રહેતો હતો. પોલીસે તેની ઉલટ તપાસ કરતા તેને એકટીવાની ચોરી કરી વેચવા માટે ફરતો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે... વી.એમ. ચૌધરી(પીઆઈ, ડીસા ઉત્તર પોલીસસ્ટેશન)

ચોરીના વાહન ખરીદી લેનારો પણ ઝડપાયો : બાદમાં આરોપીની પોલીસે કડક પૂછપરછ હાથ ધરતા તેને એક પછી એક ચોરીના ગુના કબૂલવાનું શરૂ કર્યું હતું. ઝડપાયેલા આરોપીએ ગુજરાત અને રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએથી પાંચ વાહનોની ચોરી કરી વાવ તાલુકાના વાંઢિયાવાસ ખાતે રહેતા થાનાભાઈ ઉર્ફે થાનસિંગ મહાદેવભાઈ વેજીયાને વેચ્યા હોવાનું કબૂલ્યું હતું. જેને પગલે પોલીસે ચોરીના વાહન ખરીદી લેનારો શખ્સ પણ સકંજામાં લીધો હતો.

રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી : પોલીસે એક અલગ ટીમને વાવ મોકલી ચોરીના વાહનો ખરીદનાર થાનસિંગની પણ અટકાયત કરી હતી. તેની પાસેથી સ્લેન્ડર તેમજ ઇકો ગાડી મળી આવ્યા હતા. પોલીસે ચોરીની એકટીવા, હીરો સ્પ્લેન્ડર બાઈક તેમજ ઇક્કો ગાડી મળી કુલ ત્રણ વાહનો કબજે કર્યા હતાં અને બંને આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચોરી કરવાની ટ્રીક : પોલીસે ઝડપાયેલા આરોપીઓને ચોરી કરવાની ટ્રીક પૂછતા તસ્કરોએ જણાવ્યું હતું કે તેઓ મોટાભાગે બાઈક કે ગાડીમાં લોક ખુલ્લા હોય તેવા વાહનોને જ ટાર્ગેટ કરતા હતાં. કારણ કે મોટાભાગે લોકો બાઈકને લોક કરતા નથી અને પાર્ક કરેલા ખુલ્લા લોકવાળા વાહનો આસાનીથી ચાલુ થઈ જતા અને પળવારમાં વાહન લઈને તેઓ રફુચક્કર થઈ જતા. ત્યારબાદ પોલીસે ઝડપાયેલા આરોપીઓને કઈ રીતે વાહન ચોરી કરતા તે અંગેનો ડેમો પણ કરાવડાવ્યો હતો.

  1. Rajkot Crime: ATM તોડી ચોરી કરવાનો પ્રયત્ન કરનારને પોલીસ દબોચી લીધો, નવ ગુનાના ભેદ ઉકેલાયા
  2. Ahmedabad Crime: ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ઘરફોડ ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, તપાસમાં અનેક ગુનાનો ભેદ ઉકેલાયો
  3. Gir Somnath Crime : ભીખમાં એક રૂપિયો આપતા પહેલા થઈ જજો સાવધાન, સંપત્તિની થઈ શકે છે ચોરી, ચોંકાવનારો કિસ્સો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.