ETV Bharat / state

Banaskantha Crime: સાથે જીવવા-મરવાના વચન આપનાર પતિ એ જ પત્નીના જીવનનો અંત આણ્યો

બનાસકાંઠાના પાલનપુરમાં સામાન્ય તકરારમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. ત્યારબાદ માનસિક બીમારીથી પીડાતા પતિએ પણ કુવામાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતાં નજીકના લોકોએ કુવામાંથી હત્યારા પતિને બહાર કાઢી સારવાર માટે મોકલ્યો હતો. સમગ્ર મામલે મૃતકના દીકરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 18, 2023, 1:24 PM IST

સામાન્ય તકરારમાં પતિએ પત્નીની હત્યા કરી

બનાસકાંઠા: એક સમય હોય છે જ્યારે પતિ-પત્ની અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરે છે. એકબીજા સાથે જીવવાના-મરવાના અને તમામ પરિસ્થિતિમાં પડખે ઉભા રહેવાના વચન આપે છે. અને એ જ પતિ-પત્ની સામાન્ય ઝઘડામાં એકબીજાના વેરી બની જાય છે. આવી જ એક ઘટના પાલનપુર તાલુકાના ગઢ ગામમાં જોવા મળી છે. પતિ અને પત્નીની સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી હતી. ગઢ ગામે રહેતા જ્યોત્સનાબેન પટેલની તેમના પતિએ કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી.

મૃતક જોશનાબેન પટેલ
મૃતક જોશનાબેન પટેલ

નજીવી બોલાચાલીમાં હત્યા: ગતરોજ ખેતરમાં કોઈ નજીવી બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનો ગુસ્સો રાખી મધરાતે ખેતરમાં ખાટલામાં સુઈ રહેલા જ્યોત્સના બેન પટેલની તેના પતિ કાળુભાઈ પટેલે કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જોકે હત્યા કર્યા બાદ આરોપી પતિએ પણ ખેતરના કૂવામાં ઝંપલાવ્યું હતું. સવારે જ્યારે મૃતકનો દીકરો ખેતરમાં આવ્યો ત્યારે માતાની લોહીથી લથપથ લાશ જોઈ અને ગ્રામજનોને જાણ કરી હતી.

હત્યારો પતિ સારવાર હેઠળ: ગ્રામજનોએ શોધખોળ હાથ ધરતા આરોપી એવા કાળુ પટેલને કૂવામાંથી બહાર કાઢ્યો હતો અને સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પોલીસને જાણ કરતા એસપી, ડીવાયએસપી સહિત ગઢ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ખેતરમાંથી કુહાડી પણ કબ્જે કરી હતી. ત્યારે સમગ્ર ઘટના મામલે ગઢ પોલીસે મૃતક જોશનાબેન પટેલના દીકરાની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

"ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નજીકના ખેતરમાં જોસનાબેનનું પોતાના પતિ દ્વારા મર્ડર કરી દેવામાં આવ્યું છે. જે બાબતે પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મોતને ઘાટ ઉતારનાર અત્યારે પતિને ઝડપી લઇ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે." - ડૉ.કુશલ ઓઝા, DYSP, ડીસા

પરિવાર બન્યો નોંધારો: મૃતક જોશનાબેન પટેલના નાના દીકરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પિતા કાળુભાઈની માનસિક સ્થિતિ છેલ્લા 20 વર્ષથી ખરાબ છે અને માનસિક બીમારીથી પીડતા હોઈ મારી માતાની હત્યા કરી છે. મૃતક જોશનાબેન પટેલની હત્યા થતાં હાલમાં તેમના બે દીકરા અને 80 વર્ષના વૃદ્ધ અંધ સાસુ સમુબેન નોંધારા બન્યા છે. આરોપી માનસિક બીમારી ધરાવતા હોઈ અને સમગ્ર ઘરની જવાબદારી નિભાવતા જોશનાબેનની હત્યા થતાં સમગ્ર પરિવારનો માળો વિખરાઈ ગયો છે.

બનાસકાંઠામાં અનેક વાર ઘટનાઓ: બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર મર્ડરની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ખાસ કરીને પત્ની પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરતી હોય છે અથવા તો પ્રેમી પ્રેમિકા સાથે મળીને પત્નીની હત્યા કરવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે તાજેતરમાં થરાદના એક ગામમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ આજે પતિએ કોઈ કારણોસર પત્નીની હત્યા કરી પોતે કુવામાં પડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તે બચી જતા પોલીસ દ્વારા તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર વખતે ખસેડવામાં આવ્યો છે.

  1. Surat News: 17 વર્ષની કિશોરી સાથે સતત 6 દિવસ સુધી દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની કેદ
  2. Surat Crime News : જૂના મર્ડર કેસમાં સમાધાન માટે દબાણ કરનાર બે મહિલાઓને પાઇપ વડે બે યુવાનોએ માર માર્યો, પોલીસે કાઢ્યું સરઘસ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.