- એક અઠવાડિયા અગાઉ કોટડા ગામે હત્યા થઈ હતી
- ધાનેરામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો
- મૃતકની પત્ની, ભાભી તેમજ ભત્રીજીએ જમીન પચાવી પાડવા માટે હત્યાનું કાવતરું ઘડ્યું
બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરા તાલુકાના કોટડા ગામ પાસે અઠવાડિયા અગાઉ થયેલી યુવકની હત્યામાં વધુ એક ચોંકાવનારી વિગતો બહાર આવી છે .એક અઠવાડિયા અગાઉ કોટડા ગામે અણદાભાઈ પટેલની પત્નીને રોશનખાન સિંધી નામના શખ્સ સાથે આડા સંબંધો હતા અને અણદાભાઈ અડચણરૂપ બનતા તેની પત્નીએ પ્રેમી સાથે મળી તેની હત્યા કરી હતી. જેમાં હત્યારા રોશનખાન સિંધીની ધાનેરા પોલીસે અટકાયત કરી હતી.
અગાઉ બે વખત હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો..
આ હત્યા કેસમાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા જોકે રિમાન્ડ દરમિયાન વધુ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી જેમાં હત્યામાં માત્ર રોશનખાન સિંધી અને મૃતકની પત્ની જ નહીં પરંતુ મૃતકની ભાભી અને ભત્રીજી પણ સામેલ હોવાનું બહાર આવી છે અને જમીન પચાવી પાડવાના માટે મૃતકની ભાભી અને ભત્રીજી પણ હત્યાના કાવતરામાં સામેલ હતા. મૃતકની પત્નીએ તેનો પતિ અડચણરૂપ હોવાથી અને તેની ભાભી અને ભત્રીજીએ જમીન પચાવી પાડવા માટે ચારેય લોકોએ સાથે મળી હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને યોજના અનુસાર અગાઉ બે વખત હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બે વખત નિષ્ફળ નિવડ્યા બાદ ત્રીજી વખતે પ્રયાસ કરતા તેની હત્યા કરાઇ હતી. ધાનેરા પોલીસે અત્યારે મૃતકની પત્ની નીતાબેન, ભાભી કાળીબેન અને ભત્રીજી હીનાબેન સહિત ચારેય લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.